November 6, 2024

લોકસભા ચૂંટણી સમયે ક્યારે-ક્યારે શેર માર્કેટ બંધ રહેશે?

Lok Sabha Election: લોકતંત્રના મહાપર્વ એટલેકે લોકસભા ચૂંટણીનો બિગુલ વાગી ગયો છે. કેન્દ્રીય ચૂંટણી આયોગે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણી આયોગે જણાવ્યું કે, સમગ્ર દેશમાં એપ્રિલથી જુનની વચ્ચે 7 તબ્બકામાં લોકસભા ચૂંટણી યોજાશે. તેના કારણે ભારતીય શેર માર્કેટમાં અસર જોવા મળશે. આ દિવસોમાં ક્યારે ક્યારે શેર માર્કેટ બંધ રહેશે. તે જાણવું પણ ખુબ જરૂરી છે.

મહારાષ્ટ્રમાં મતદાનની તારીખ
મહારાષ્ટ્ર રાજ્યમાં લોકસભાની બેઠકો પર મતદાન પાંચમા તબ્બકામાં યોજાવા જઈ રહ્યું છે. ચૂંટણી આયોગ અનુસાર મહારાષ્ટ્રમાં મતદાનની તારીખ 19 એપ્રિલ,26 એપ્રિલ, 7 મે, 13 મે અને 20 મે યોજાશે. પાંચમાં તબક્કામાં મહારાષ્ટ્રના ધુલે, ડિંડોરી, નાસિક, ભિંવાડી, કલ્યાણ, થાણે, મુંબઈનોર્થ, મુંબઈ નોર્થ વેસ્ટ, મુંબઈ સાઉથ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ અને પાલઘરમાં મતદાન થશે.

પહેલા પણ બંધ રહ્યું છે બજાર
દેશના બંન્ને પ્રમુખ શેર માર્કેટ મુંબઈ બેસ્ટમાં છે. મુંબઈમાં 20 મેના મતદાન છે. આથી 20ના રોજ લોકસભા ચૂંટણીના કારણે શેરમાર્કેટ બંધ રહી શકે છે. મહત્વનું છેકે, સ્થાનીક સરકારે મતદાનના દિવસે સાર્વજનિક રજા જાહેર કરી છે. તેના કારણે લોકસભા ચૂંટણી સમયે માર્કેટ બંધ રહી શકે છે. વર્ષ 2014 અને 2019માં લોકસભા ચૂંટણીના મતદાન દિવસે રજા જાહેર કરાઈ હતી, પરંતુ 2024માં 20મે ના રજા હજુ જાહેર કરવામાં નથી આવી.

આ મહિનાની હજુ 2 રજાઓ બાકી
માર્ચ મહિનાની હજુ 2 રજાઓ બાકી છે. પહેલા 25 માર્ચના હોળીના સમયે બજાર બંધ રહેશે. તે બાદ 29 માર્ચે ગુડ ફ્રાઈડેના દિવસે પણ શેરમાર્કેટ બંધ રહેશે. એપ્રિલ મહીનામાં બજાર બે દિવસ બંધ રહેશે. 11 એપ્રિલના રમજાન અને 17 એપ્રિલના રામ નવમીની રજાઓ રહેશે. મેંની પહેલી તારીખે મહારાષ્ટ્ર દિવસ હોવાના લીધે આ દિવસે પણ બજાર બંધ રહેશે.

ચૂંટણીના કારણે માર્કેટ પર અસર
ચૂંટણીના કારણે શેરમાર્કેટ પર અસર થતી દેખાઈ રહી છે. સામાન્ય રીતે ચૂંટણીમાં વર્તમાન સરકાર તરફ લોકોની પસંદગી વધારે દેખાઈ રહી હોય તો માર્કેટમાં વધારે ઉત્સાહ જોવા મળે છે. આ સાથે માર્કેટમાં નવી ઊંચાઈ સુધી પહોંચે છે. જ્યારે તેનાથી વિરૂદ્ધનો પ્રવાહ જોવા મળે તો માર્કેટમાં પણ નિરાશા જોવા મળે છે. મહત્વનું છેકે, 1 જુન અંતિમ તબ્બકામાં મતદાન થશે.