November 6, 2024

IPL 2025માં આ ખેલાડીઓને રિટેન કરવાની સૌથી વધુ ચર્ચા

IPL 2025: 31મી ઑક્ટોબરની સાંજ સુધીમાં IPL રિટેન્શનનો નિર્ણય લેવામાં આવી જશે. અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ હજુ સુધી કોઈ પણના નામની પુષ્ટિ કરવામાં આવી નથી. 31 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે કઈ ટીમે કયા ખેલાડીને રિટેન કરશે. કોઈ પણ ટીમે હજૂ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. અલગ અલગ પ્રકારની અફવાઓ ચાલી રહી છે. ઘણા ખેલાડીઓને રિટેન કરવામાં આવી શકે છે.

શું કેએલ રાહુલ એલએસજીથી અલગ થશે?
ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા જે ખેલાડીની ચર્ચા થઈ રહી છે તેમાં કેએલ રાહુલનું નામ પણ સામેલ છે. પરંતુ હજૂ એ વાત નક્કી થઈ નથી કે કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સાથે રહેશે કે નહીં. રાહુલ કે પછી એલએસજી તરફથી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ટીમ કેએલ રાહુલને જાળવી રાખશે નહીં.

શ્રેયસ અય્યર વિશે પણ ઘણી ચર્ચા
કેએલ રાહુલની જેમ શ્રેયસ અય્યરને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. KKRએ 2024નું IPL ટાઇટલ જીત્યું હતું, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસ અય્યર હવે ટીમ સાથે નહીં રહે. જો તે ટીમ છોડીને હરાજી માટે જાઈ છે તો તેને અન્ય ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

પંત પણ હરાજીમાં
શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની પંતની પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ એવા અહેવાલો મળ્યા હતા કે તેને કેપ્ટન તરીકે નહીં તરીકે નહીં ખેલાડી તરીકે રાખવામાં આવી શકે છે. પંત પોતે જ હરાજીમાં જવા માંગે છે. અન્ય ટીમનો તે કેપ્ટન તે બની શકે છે. હવે શું સત્ય છે તે જોવાનું રહ્યું.