December 11, 2024

Ranveer Singh ની ‘પદ્માવત’માં આ રોલ માટે Prabhas હતો પહેલી પસંદ, જાણો કેમ છોડી ફિલ્મ?

Prabhas to Cast in Padmavat: સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ માત્ર બોલિવૂડની બમ્પર હિટ ફિલ્મોમાંની એક નથી, પરંતુ ઈતિહાસના મહત્વના ભાગને સ્પર્શતી આ ફિલ્મના તમામ પાત્રોને દર્શકોએ ખૂબજ પસંદ કર્યા છે. પરંતુ, તમે નહિ જાણતા હોવ કે ફિલ્મમાં રતન સિંહના રોલ માટે શાહિદ કપૂર ભણસાલીની પહેલી પસંદ ન હતા. વાસ્તવમાં, બાહુબલી ફિલ્મ જોયા બાદ ભણસાલી આ રોલ માટે પ્રભાસને કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ પ્રભાસે દીપિકા સાથે જોડી બનાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

શાહિદ પહેલા પ્રભાસને ઓફર થયો હતો આ રોલ
સંજય લીલા ભણસાલીની હિસ્ટ્રી ફિલ્મ પદ્માવતે 300 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સહિત અનેક દિગ્ગજ કલાકારોએ કામ કર્યું હતું. આ બ્લોકબસ્ટર ફિલ્મથી ઈન્ડસ્ટ્રીને રણવીર સિંહ નામનો એક નવો સ્ટાર મળ્યો.

શાહિદ કપૂરે ફિલ્મ પદ્માવતમાં મહારાવલ રતન સિંહની ભૂમિકામાં જોરદાર કામ કર્યું હતું. અહેવાલો મુજબ, ભણસાલી આ રોલ માટે પ્રભાસને કાસ્ટ કરવા માંગતા હતા. ભણસાલી ફિલ્મ ‘બાહુબલી’માં પ્રભાસની એક્ટિંગથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પરંતુ, આ ન થઈ શક્યું.

શું દીપિકાના કારણે પ્રભાસે ફિલ્મ રિજેક્ટ કરી?
વાસ્તવમાં, જ્યારે પ્રભાસને ફિલ્મ પદ્માવત ઓફર કરવામાં આવી, ત્યારે તે બાહુબલીની સિક્વલની તૈયારી કરી રહ્યો હતો. પ્રભાસ ભણસાલી જેવા દિગ્ગજ દિગ્દર્શક સાથે કામ કરવા ઈચ્છતો હતો. પરંતુ, તે રણવીર અને દીપિકા જેવો દમદાર રોલ ઈચ્છતો હતો. તેને રતન સિંહનું પાત્ર વધારે પસંદ ન આવ્યું, આખરે પ્રભાસે આ ફિલ્મ માટે ના પાડી, ત્યારબાદ ભણસાલીએ શાહિદ કપૂરને આ ફિલ્મની ઓફર કરી. ત્યારબાદ, આ ફિલ્મમાં શાહિદનું કામ પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.