અમેરિકામાં ઘટતા વ્યાજ દરનું ભારત માટે શું મહત્ત્વ? 5 પોઈન્ટમાં સમજો બધુ
US Interest Rates Cut Impact on India: અમેરિકાએ રાષ્ટ્રપતિ ચૂંટણી 2024 પહેલા વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. UD રિઝર્વ ફેડરેશને મીટિંગમાં સહેમતિ બાદ વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. હવે અમેરિકામાં વ્યાજ દર 4.75% થી 5% વચ્ચે રહેશે. આ પહેલા માર્ચ 2020માં વ્યાજ દર ઘટાડવામાં આવ્યું હતું. તેના પછી મોંઘવારીને કંટ્રોલ કરવા માટે સેન્ટ્રલ બેંક ઓફ અમેરિકાએ માર્ચ 2022થી જુલાઈ 2023 વચ્ચે 11 વખત વ્યાજ દરો વધારી છે. પરંતુ હવે અચાનક વ્યાજદરોમાં કાપ મૂકીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. પરંતુ શું આ ઘટાડાની ભારતમાં કોઈ અસર પડશે. શું RBI પણ વ્યાજ દરોમાં ઘટાડો કરશે. જોકે ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન CS શેટ્ટીનું કહેવું છે કે, જ્યાં સુધી મોંઘવારી નીચે નથી આવતી ત્યાં સુધી ઘટાડો સંભવ નથી. પરંતુ અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડાની અસર ભારતામાં થશે. આવો આ વિશે જાણીએ…
વિદેશી રોકાણ
TOIની રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વ્યાજ દરોમાં ઘટાડાથી ભારતમાં વિદેશી રોકાણ પ્રભાવિત થશે. જ્યારે અમેરિકામાં વ્યાજ દરો વધારે હોય છે તો રોકાણકારો અમેરિકામાં જ રોકાણ કરવાને પ્રાથમિક્તા આપે છે. પરંતુ હવે વ્યાજ દર ઘટી જાય છે તો અમેરિકાના રોકાણકાર ભારતીય બજારોમાં ઈન્વેસ્ટ કરવાને પ્રાથમિક્તા આપે છે. આથી ભારતમાં વિદેશી રોકાણમાં વધારો થઈ શકે છે. આથી ભારતના શેર અને બોન્ડની માગ વધી શકે છે. જેથી તેની કિંમત વધશે અને લાભ લેશે.
ભારતીય રૂપિયા પર અસર
અમેરિકામાં વ્યાજ દર ઘટવાથી ભારતમાં વિદેશી રોકાણ વધશે અને આથી ભારતીય રૂપિયા પર તેની અસર થશે. કારણ કે જ્યારે અમેરિકાના બિઝનેસમેન ભારતમાં ઈન્વેસ્ટ કરવા માટે પોતાની કરન્સીને ભારતીય કરન્સીમાં બદલશે તો ભારતીય કરન્સીની ડિમાન્ડ વધશે. આથી ભારતીય રૂપિયો મજબૂત થઈ શકે છે.
આ પણ વાંચો: Sensex Opening Bell: સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પહેલીવાર 25,500ને પાર
ઘણા સેક્ટર્સને ફાયદો થશે
અમેરિકામાં વ્યાજ દર ઘટવાથી IT સેક્ટરને ફાયદો થઈ શકે છે. કારણ કે અમેરિકા પોતાના IT બજેટને વધારી શકે છે. આ સિવાય કંઝ્યુમર ગુડ્સ અને ઈંફ્રાસ્ટ્રક્ચર જેવા સેક્ટર્સ પણ ગ્રોથ કરી શકે છે.
રિઝર્વ બેંક પર અસર
અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો જોઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા શું નિર્ણય લેશે? તેના પર સૌ કોઈની નજર છે. ભારતીય મુદ્રા નીતિ પર અમેરિકામાં વ્યાજ દરમાં વધવા અને ઘટવાની અસર રહી છે.RBIના ગવર્નર શક્તિકાંત દાસ પહેલા જ કહી ચૂક્યા છે કે હાલમાં વ્યાજ દરમાં ઘટાડાનો કોઈ સવાલ જ આવતો નથી. કારણ કે ભારતનું ધ્યાન વિત્તીય સ્થિરતા જાળવી રાખવા પર છે.
ભારતીય રોકાણકારો એલર્ટ રહે
રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વ્યાજ દરોમાં ઘટાડાના કારણે ભારતીય રોકાણકારોને એલર્ટ મોડમાં રહેવું જોઈએ. કારણ કે અચાનક ઘટાડાનો ફેંસલો લઈ અમેરિકાએ સંકેત આપ્યા છે કે હાલમાં તેમની અર્થવ્યવસ્થા ઝડપથી નબળી પડશે. જેની અસર ભારત પર જરૂરથી પડશે. કારણ કે 4 વર્ષ બાદ અચાનક કંઈ થવાના કારણે જ લેવામાં આવ્યો હશે.