જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, અપાઈ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જાપાનમાં એક પછી એક બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 6.9 અને 7.1 માપવામાં આવી છે. આ પછી આસપાસના વિસ્તારોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આજે જાપાનના ક્યુશુ પ્રાંતમાં ભારતીય સમય અનુસાર 1 વાગ્યાની આસપાસ દરિયા કિનારાથી 39 કિલોમીટર દૂર દરિયાની અંદર રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. EMSC, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા આ ભૂકંપને લઈને માહિતી આપવામાં આવી છે. વધુમાં, દરિયા કિનારે અનુભવાયેલા બીજા ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી હતી.
ભૂકંપના આંચકાથી ફરી ધ્રુજી ઉઠ્યું જાપાન
દક્ષિણ જાપાનમાં એક બાદ એક ભૂકંપના બે આંચકા
પહેલો 6.9 અને બીજો 7.1ની તિવ્રતાનો આંચકોPART – 2#Japan #Earthquake #BreakingNews #TsunamiAlert #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/ttCvL7HsiZ
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) August 8, 2024
વધુમાં જાણવા મળી રહ્યું છે કે 7.1ની તીવ્રતાના ભૂકંપને પગલે જાપાનમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. સ્થાનિક મીડિયા અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સાંજ સુધીમાં સુનામી જાપાનના દક્ષિણ વિસ્તારોને ટકરાઇ શકે છે.