January 23, 2025

Air India માટે મુશ્કેલીઓ વધી, IndiGoનો ફરી ડંકો

અમદાવાદ: દેશના એવિએશન સેક્ટરમાં IndiGoની ભાગીદારી સૌથી વધારે છે. આથી તે દેશની સૌથી મોટી એરલાઈન્સ બની ચૂકી છે. હવે કંપનીએ ઈન્ટરનેશનલ રૂપ પર પણ સર્વિસ શરૂ કરવાનો પ્લાન કરી રહી છે. તેની આ પ્લાનિંગ ટાટા ગ્રુપની સ્વામિત્વવાળી એર ઈન્ડિયા માટે મુશ્કેલી બની શકે છે. ઈન્ડિંગો પોતાના નવા પ્લાન માટે થોડા સમયમાં 100 નવા પ્લેન ખરીદવાનું વિચારી રહી છે.

ઈન્ડિગોએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, કંપનીએ 30 વાઈડ બોડીવાળા વિમાનોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જે આગળ જતા 100 સુધી પહોંચી જશે. આ વિમાન એરબેસના A350-900 પ્લેન હશે. મહત્વનું છે કે, વાઈડ બોડીના વિમાનો સામાન્ય રીતે ઈન્ટનેશનલ રૂપ પર સર્વિસ આપવામાં કામ લાગે છે. આ વિમાનમાં સીટીનો વચ્ચે 2 રસ્તા હોય છે, જ્યારે ડોમેસ્ટિક રૂટમાં જે વિમાનો ચાલે છે. જેમાં સીટની વચ્ચે એક જ રસ્તો હોય છે.

70 વિમાન અને ખરીદીનો ઓપશન
ઈન્ડિગોએ એરબેઝને 30 વિમાનો ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. તેમાં 70 વિમાન અને ખરીદીનો પણ ઓપશન મળી રહ્યો છે. હાલ ઈન્ડિગોની પાસે નેરો બોડી વાળા લગભગ 350 વિમાન છે અને કંપની હાલ આજ વિમાનોથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન કરી રહી છે. હાલ કંપનીએ ટર્કિશ એરલાઈન્સથી બે બ્રાંડ સાઈઝવાળા વિમાનો ભાડે લીધા છે. જેથી કંપની પોતાના દિલ્હી અને મુંબઈથી ઈસ્તાંબુલની ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

આ પણ વાંચો: ભારતના ડિજિટલ વિકાસના UNમાં વખાણ, અધ્યક્ષે કહ્યું – લાખો લોકોને ફાયદો થયો

2027માં શરૂ થશે પ્લેનની ડિલિવરી
ઈન્ડિગોએ જે વિમાનોના ઓર્ડર આપ્યા છે. એ તમામ વિમાનમાં રોલ્સ રોયસના ટ્રેટ એક્સડબ્લ્યૂબી એન્જીન હશે. તેની ડિલિવરી 2027માં શરૂ થશે તેવી અપેક્ષા છે. નોંધનીય છે કે આ ડીલ કેટલામાં થઈ તે અંગેની જાણકારી કંપની દ્વારા આપવામાં નથી આવી. બીજી તરફ એરબઝે પણ વિમાનોની કિંમતની ડિટેલ આપવાનું બંધ કરી દીધું છે. આ પહેલા ઈન્ડિગો નેરો બોડીના 500 વિમાનનો ઓર્ડર આપી ચૂકી છે. જે કંપનીને ડોમેસ્ટિક બજારમાં સૌથી મોટી એરલાઈન્સ બનવાાં મદદ કરશે. હાલ દેશમાં ડોમેસ્ટિક એવિએશન માર્કેટમાં ઈન્ડિગોની 60 ટકા ભાગીદારી છે.

એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી
ઈન્ડિગોના આ પગલાથી એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે ઈન્ટરનેશનલ રૂટ પર સર્વિસ દેવાવાળી સૌથી મોટી કંપની એર ઈન્ડિયા છે. તે દેશની એકમાત્ર કંપની છે જેમની પાસે બ્રોડ બોડી પ્લેન્સની ફ્લીટ છે. જેમાંથી કેટલાક વિમાને ટાટાની સિસ્ટર કંપની વિસ્તારા પાસે છે. તો સ્પાઈસજેટ પણ કેટલીક વાઈડ બોડી પ્લેન્સને ઓપરેટ કરે છે. એવામાં એર ઈન્ડિયાએ પણ તેમની તૈયારી પુરી કરી છે. કંપની 477 વિમાનોનો ઓર્ડર આપી ચૂકી છે. જેમાં કેટલાક બોઈંગ અને કેટલાગ એરબસના વિમાન છે.