January 22, 2025

મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલીઓ વધી! આવતીકાલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે

IPL 2024: પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ હારી ગઈ છે. આગામી મેચ આવતીકાલે રમાવાની છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. પરંતુ આલ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સના એક ખેલાડીને સસ્પેન્સ કરવામાં આવ્યો છે.

શરૂઆત સારી રહી નથી
મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી નથી. પહેલી જ મેચમાં ગુજરાત ટાઇટન્સની સામે મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે એ વાત કહેવી અહિંયા જરૂરી છે કે MI 2013 પછી કયારે પણ તેની પ્રથમ મેચ જીતવામાં સફળ રહી નથી. જોકે હવે ટીમ આવતીકાલે મેચ જે રમાવાની છે તેની તૈયારીઓ આદરી દીધી છે. પરંતુ આ વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આ ટીમના સ્ટાર ખેલાડી સસ્પેન્સ કરવામાં આવ્યા છે. આ ટીમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ બીજી મેચ પણ ચૂકી શકે છે.

આ પણ વાંચો: કેવિન પીટરસને હાર્દિક પંડ્યા અંગે આપ્યું આ ચોંકાવનારું નિવેદન

સૂર્યકુમાર યાદવ બીજી મેચ પણ ચૂકી શકે છે
થોડા દિવસ પહેલા એવી માહિતી મળી હતી કે સૂર્યકુમાર યાદવ IPLની ઓછામાં ઓછી બે પ્રારંભિક મેચ રમી નહીં શકે. પરંતુ હવેની માહિતી પ્રમાણે જો તેને ફિટનેસ સર્ટિફિકેટ મળી જાય તો પણ આટલી જલદી હૈદરાબાદ પહોંચીને રમવું શક્ય નથી. જોકે ટીમના દરેક સભ્ય પણ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૂર્યકુમાર યાદવ પહેલેથી જ ટીમનો સ્ટાર ખેલાડી રહ્યો છે. સૂર્યાએ 139 મેચ રમી છે. રમ્યા બાદ હવે IPLમાં 3249 રન બનાવ્યા છે. જોકે તેઓ આવતીકાલની મેચ નહીં રમે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.