January 22, 2025

નહીં રાખી શકો પીટબુલ સહિત આ 24 વિદેશી જાતિના કૂતરા, ભારત સરકારે લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: દિલ્હી સહિત કોઈપણ રાજ્યમાં પીટબુલ, અમેરિકન બુલડોગ અને રોટવીલર સહિતના લોકોના જીવ માટે જોખમી સાબિત થઈ રહેલા 24 વિદેશી જાતિના કૂતરા પાળવા પર પ્રતિબંધ છે. આમાંથી કોઈપણ જાતિના કૂતરાઓની આયાત કર્યા પછી, તેમના સંવર્ધનને પણ દેશમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં, જે લોકો પાસે આ જાતિના કૂતરા છે તેઓને નસબંધી કરાવવી પડશે જેથી કરીને તેમની સંખ્યા વધતી અટકાવી શકાય.

હાલમાં જ દેશમાં વિદેશી જાતિના કૂતરાઓનો શિકાર બનતા લોકોના વીડિયો વાયરલ થયા હતા. ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયને સતત ફરિયાદો મળી રહી હતી. તાજો મામલો દિલ્હીનો છે. અહીં NDMC વિસ્તારમાં વિદેશી જાતિના કૂતરાએ એક માસૂમ બાળકી પર હુમલો કરીને તેને મારી નાખી. ડેરી મંત્રાલયે પશુપાલન કમિશનરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિમાં વિવિધ સંસ્થાઓ અને નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિ દ્વારા ઓળખવામાં આવેલા વિદેશી જાતિના કૂતરાઓમાં પિટબુલ, અમેરિકન બુલડોગ, રોટવીલર સહિત 24 વિદેશી જાતિના કૂતરાઓને પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આને પ્રતિબંધિત શ્વાન કહેવામાં આવે છે. હવે આમાંથી કોઈપણ જાતિના કૂતરાઓની આયાત, સંવર્ધન અને ખરીદ-વેચાણ દેશમાં ગેરકાયદેસર ગણાશે.

મળતી માહિતી અનુસાર સૂત્રોએ જણાવ્યું કે, દિલ્હી સિવાય દેશના અન્ય રાજ્યોમાં વિદેશી જાતિના કૂતરાઓના ખરીદ-વેચાણનું મોટું બજાર છે. શ્વાનની કિંમત લાખોમાં ચાલી રહી હોવાને કારણે દેશમાં વિદેશી કૂતરાઓનું સંવર્ધન અને વેચાણ કરીને મોટો નફો થઈ રહ્યો છે, તેથી કૂતરાઓના ખરીદ-વેચાણનું લાયસન્સ આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધિત જાતિના કૂતરા પાળનારાઓનું શું થશે? આ પ્રશ્નના જવાબમાં અધિકારીએ કહ્યું કે કૂતરાના માલિકે હવે તેને નસબંધી કરાવવી પડશે જેથી કરીને તેનો વધુ ઉછેર ન થઈ શકે.