December 23, 2024

આ એપ પર ફ્રીમાં IPL 2024 લાઈવ જુઓ

અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની આજે શરૂઆત થવાની છે. ક્રિકેટ ચાહકોની આતૂરતાનો અંત આજે આવશે. ત્યારે અમે આજે તમને માહિતી આપવાના છીએ કે તમે કંઈ કંઈ જગ્યાએથી ફ્રીમાં લાઈવ મેચનો આનંદ માણી શકશો.

મેચ ફ્રીમાં જોઈ શકે છે
આઈપીએલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ અને બ્રોડકાસ્ટ આઈપીએલ 2024 સીઝન 22મી માર્ચથી આજથી શરૂ થવાની છે. ત્યારે ક્રિકેટ ચાહકો આ મેચને લાઈવ નિહાળશે. પરંતુ શું તમને ખબર છે કે આ મેચ દરમિયાન તમે ફ્રીમાં મેચ જોઈ શકો છો. Jio Cinema ઉપર તમે લાઈવ મેચ જોઈ શકશો. આ સાથે તમે Jio સિનેમાની વેબસાઈટ પર લાઈવ મેચની મજા માણી શકશો. ખાસ અને મહત્વની વાત એ છે ચાહકો માટે કે આ મેચ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ છે.

મેચ લાઈવ બ્રોડકાસ્ટિંગ સમય
IPL 2024નું લાઈવ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. આજે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આમનો સામનો થવાનો છે. ચેન્નાઈ- એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ,અમદાવાદ- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મુંબઈ- વાનખેડે સ્ટેડિયમ,બેંગલુરુ- એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ,દિલ્હી- અરુણ જેટલી સ્ટેડિયમ, કોલકાતા- ઈડન ગાર્ડન્સ,લખનૌ- એકના ક્રિકેટ સ્ટેડિયમ, મોહાલી- મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ,વિઝાગ (સિલેક્ટેડ સ્પોર્ટ્સ)- ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ,ધર્મશાલા – HPCA સ્ટેડિયમ,જયપુર- સવાઈ માનસિંહ સ્ટેડિયમ, હૈદરાબાદ- રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ આ મેદાનમાં રમાશે IPL 2024ની મેચ.

ઘરઆંગણે પડકાર
આજની મેચ ખુબ ખાસ રહેવાની છે. કારણ કે IPL 2024 પ્રથમ મેચ ચેન્નઈમાં રમાવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઘરઆંગણે પડકાર ફેંકતી જોવા મળશે. જો ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવાનો વારો આવે છે તો ઘરઆંગણે હાર થશે તેવું કહી શકાશે. આજની મેચમાં કોની હાર થશે અને કોની ભવ્ય જીત તે હવે તે જોવાનું રહ્યું.

શાનદાર ઓપનિંગ સેરેમની
ક્રિકેટ ચાહકોની આતૂરતાનો હવે અંત આવ્યો છે. IPL 2024ની શરૂઆત થવાની છે. ત્યારે આ મેચને વધુ અદભૂત બનાવવા માટે ઘણા મોટા સ્ટાર્સ તમને આજે જોવા મળશે. પ્રખ્યાત ગાયકો પણ અહીં તમને જોવા મળશે. જેમા એ.આર.રહેમાન અને સોનુ નિગમની સાથે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પણ તમને જોવા મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની શરૂઆત સાંજના 6.30 વાગ્યે શરૂ થશે. જોકે આ તમામ લાઇવ તમે Jio સિનેમા ઉપર મફતમાં જોઈ શકશો.