January 23, 2025

IPL 2024 પહેલા CSKનો ખેલાડી થયો ઈજાગ્રસ્ત!

અમદાવાદ: IPL 2024 હવે થોડા જ દિવસોમાં આવી રહી છે. ત્યારે IPL 2023નું ટાઇટલ ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવીને જીત્યું હતું. ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર CSKનો એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો હોવાની માહિતી મળી રહી છે.

પાંચ વખત ટાઈટલ
ચેન્નાઈ સુપર કિંગ્સ એ આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક ગણવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ અત્યાર સુધી પાંચ વખત ટાઈટલ જીતી ચુકી છે. મહત્વની વાતે એ છે કે ચેન્નાઈની ટીમ પાસે ઓલરાઉન્ડરોની ફોજ છે. જેના કારણે આ ટીમની સામે જીત મેળવી ખુબ અધરી બની જાય છે. IPL 2024ની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરસીબી વચ્ચે રમાવાની છે. IPL 2024ની શરૂઆત થાય તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને લઈને એક માઠા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ખેલાડી મથીશા પથિરાના ઈજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે થયો ઈજાગ્રસ્ત?
ચેન્નાઈ સુપર કિંગ્સની બોલર મથીશા પથિરાના ઈજાગ્રસ્ત થયો હોવાની વિગતો મળી રહી છે. તમને જણાવી થઈએ શ્રીલંકાના બોલરને 6 માર્ચેના T20I મેચનું આયોજન થયું હતું. આ દરમિયાન તેમને ઈજા થઈ હતી. ભારે ઈજા થવાના કારણે તેને પગમાં ‘ગ્રેડ વન હેમસ્ટ્રિંગ’ ઈજા થઈ છે. એક માહિતી અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે તેને સાજા થવામાં 2 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. જેના કારણે તે મેચમાં કયારે જોડાશે તે કહેવું મુશ્કેલ છે. IPL 2023ની મેચ જીત્વામાં મથીશા પથિરાનો ખુબ મોટો ફાળો ગણવામાં આવે છે. હાલ તો તેમની ઈજાના કારણે તે IPL 2024ની પહેલી મેચ રમી શકશે નહીં તેવી વિગતો મળી રહી છે.