Laptop થાય છે હેંગ? બસ આ કરો
અમદાવાદ: આજના સમયમાં મોટાભાગના લોકો દરેક કાર્ય લેપટોપ પર કરે છે. આ સમયે જો તમારી લેપટોપની સ્પીડ સ્લો થઈ જાય છે તો કામ કરવાનો મૂડ જ મરી જાય છે. અથવા તો હેંગ થઈ થઈને તમારૂ લેપટોપ ચાલે છે તો તેનાથી જ કંટાળી જવાય છે અને આગળ કામ કરવાનું મન થતું નથી. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે એવા સેટિંગ્સ લાવ્યા છીએ કે જેના થકી તમારું લેપટોપ કયારે પણ નહી થાય હેંગ.
પ્રાથમિક ડ્રાઇવ
સૌથી પહેલા તો તમારે તમારા લેપટોપમાં કામ વગરની વસ્તુને ડિલીટ કરવાની રહેશે. લેપટોપ ઝડપથી ચાલે તે માટે, ટેમ્પ અથવા ટેમ્પરરી ફાઇલોને અઠવાડિયામાં બે વાર ડિલીટ કરવી જોઈએ. PCમાં ગ્રાફિક્સ, વિડિયો અથવા મીડિયા એડિટિંગ સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરતી વખતે અસ્થાયી ફાઇલો બનાવવામાં અને સંગ્રહિત કરવામાં આવે છે. આ ફાઈલો તમારા લેપટોપ પર ઘણી જગ્યાઓ લે છે. તેને કાઢવા માટે તમારે WIN કી + R દબાવો અને પછી OK પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ Ctrl + A દબાવો. પછી Shift + Delete પ્રેસ કર્યા પછી, Yes પર ક્લિક કરો. જેના કારણે તમારા લેપટોપમાં જગ્યા થઈ જશે અને વધારાની ફાઈલ દુર થશે.
અનઇન્સ્ટોલ કરો
જો તમારી પાસે નવું લેપટોપ છે અને ડિફોલ્ટ રૂપે પહેલેથી જ લોડ કરેલી ઘણી એપ્સ તમને મળશે જેના કારણે પણ તમારૂ લેપટોપ હેંગ થશે. કામ વગરની એપ્સના કારણે તમારી સિસ્ટમ ધીમી પડી શકે છે. જેના કારણે તમારા લેપટોપમાં કામ વગરની એપ્સ છે તો તેને અનઇન્સ્ટોલ કરો. નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતી વખતે અથવા પેન ડ્રાઇવ-હાર્ડ ડ્રાઇવ દાખલ કરતી વખતે પીસી સ્કેન કરવું જોઈએ. જેના કારણે કોઈ પણ તમારા ડેટાને જોખમ ના રહે. જેના માટે તમે . આ માટે તમે ઇન-બિલ્ટ અથવા થર્ડ પાર્ટી એન્ટી વાયરસ એપ્સનો ઉપયોગ કરી શકો છો. જેતે સમયે તમારુ લેપટોપ ધીમું પડી જાય છે તો તેને નિયમિતપણે રીસ્ટાર્ટ કરવાનું રાખો.
ખોળામાં લેપટોપ રાખવું ખતરનાક
આજના સમયમાં ખોળામાં રાખીને લેપટોપનો ઉપયોગ કરવો સામાન્ય બની ગયું છે. તમારી આ નાની ભૂલ તમારી તબિયતને ભારે નુકશાન પહોંચાડી શકે છે. તેના ગેરફાયદાઓ વધારે છે. જો તમે પણ આવી જ ભૂલ કરો છો તો ચેતી જજો. તમને થોડી રાહત તો થશે પરંતુ તે તમને નુકશાન થઈ શકે છે. આ આરામ તમને કેટલો નુકશાન આપી શકે છે તે તમે કલ્પના કરી શકતા નથી. આ કરવાથી તમને ત્વચાના રોગો થઈ શકે છે. પટોપમાંથી નીકળતી ગરમ હવા ત્વચા પર બળતરા પેદા કરી શકે છે, જેને ટોસ્ટેડ સ્કિન સિન્ડ્રોમ કહેવાય છે. જેના કારણે તમને ચામડીનો રોગ થઈ શકે છે.