December 11, 2024

1લી ડિસેમ્બરથી મોબાઈલમાં નહીં આવે OTP!

Jio, Airtel, Vi અને BSNL યુઝર્સ માટે મહત્વના સારા સમાચાર આવ્યા છે. આજના સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. જેના કારણે ઘણા જોખમો વધી ગયા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ લોકોને કૌભાંડો અને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે પગલાં લીધાં છે.

આ પણ વાંચો: BSNLનો 336 દિવસનો આ સસ્તો રિચાર્જ પ્લાન છે બેસ્ટ, મોંઘા પ્લાનના ટેન્શનમાંથી મળશે રાહત

નિયમનો અમલ કરવો પડશે
ટેલિકોમ કંપનીઓ પાસે અગાઉ TRAI OTP મેસેજની ટ્રેસિબિલિટી લાગુ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય હતો. Jio, Airtel, Vi અને BSNLની માંગને પગલે કંપનીએ તેની સમયમર્યાદા 31 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. સમયમર્યાદા નવેમ્બરના અંતમાં પુર્ણ થઈ જવાની છે. ટેલિકોમ કંપનીઓએ કોમર્શિયલ મેસેજ અને OTP મેસેજને ટ્રૅક કરવા માટે ટ્રેસેબિલિટી નિયમનો અમલ કરવાનો રહેશે. Jio, Airtel, Vi અને BSNL 1 ડિસેમ્બરથી જો આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. OTP મેસેજ આવવામાં સમય લાગી શકે છે.