December 11, 2024

રાજકોટની ડમી પેઢીનો પર્દાફાશ, SOGએ 60 લાખનું કૌભાંડ ઝડપ્યું

રાજકોટઃ એસઓજી બ્રાન્ચે GST કૌભાંડ આચરતા શખ્સોને ઝડપી પાડ્યા છે. પીઆઇ એસએમ જાડેજા અને તેમની ટીમ દ્વારા આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામની ડમી પેઢી બનાવીને આશરે રૂપિયા 60 લાખનું કૌભાંડ આચર્યું છે.

પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીએ જુદી જુદી 14 પેઢીઓ સાથે બોગસ વ્યવહાર કર્યા છે. મહેસાણા, જૂનાગઢ, ગાંધીનગર, રાજકોટ, ગીર-સોમનાથ, જામનગર સહિતના શહેરોની પેઢીઓ સાથે બેનામી વ્યવહારો કર્યા છે.

આરોપીઓએ ડી.એ.એન્ટરપ્રાઇઝ સાથે મળીને સૌથી વધુ કૌભાંડ આચર્યું છે. ઉલ્લેખનીય છે કે, ડીએ એન્ટરપ્રાઇઝ પેઢી મહેશ લાંગાની છે. તેમની સામે થોડા સમય પહેલાં જ બોગલ બિલિંગના કરી જીએસટી ચોરવાનો આરોપ લાગ્યો હતો.