January 22, 2025

ટીમ ઈન્ડિયા બે વર્ષમાં આટલી બદલાઈ ગઈ, આ ખેલાડી 2 વર્ષ પછી પણ ફરી રમશે

India vs Bangladesh 2nd T20 match: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. સિરીઝની પહેલી મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોશમાં જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાએ આ જ મેદાન પર લગભગ બે વર્ષ પહેલા T20 ઈન્ટરનેશનલ મેચ રમશે. હાલમાં ટીમમાં એક જ ખેલાડી એવો છે જે પહેલા આ મેદાન પર રમ્યો હતો અને આવતીકાલે ફરી રમતા જોવા મળશે.

ઈન્ટરનેશનલ મેચ રમી
ટીમ ઈન્ડિયા અગાઉ જૂન 2022માં અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સમયે ટીમની કમાન પંતના હાથમાં હતી. ત્યારે કોઈએ નહીં વિચાર્યું હોય કે એક વર્ષ પછી આટલું ચિત્ર બદલાઈ જશે. ઈશાન કિશન અને રુતુરાજ ગાયકવાડ ટીમના ઓપનિંગ બેટ્સમેન હતા. પંત અને દિનેશ કાર્તિક, શ્રેયસ અય્યર દિનેશ કાર્તિક પણ તે ટીમમાં રમી રહ્યો હતો. બોલરોની વાત કરીએ તો તે મેચમાં અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અક્ષર પટેલ પણ હતા. પરંતુ હવે તમે જોઈ શકો છો કે આમાંથી કોઈ પણ ખેલાડી આ સિરીઝનો ભાગ નથી. જેમાંથી ઘણા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને કેટલાકને આરામ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

આ મેચમાં પણ રમશે આ ખેલાડી
જે ખેલાડી 2022ની મેચમાં રમી રહ્યો હતો તે ફરી વખત રમતો જોવા મળશે. આ ખેલાડી છે હાર્દિક પંડ્યા. હાર્દિક હાલ પણ કેપ્ટન નથી અને તે સમયે પણ ના હતો. કારણ કે છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયા દિલ્હીના આ મેદાન પર જીતી શકી નથી. બાંગ્લાદેશને ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમ સામે જે એક જીત મળી છે તે આ જ મેદાન પર મળી છે. બંને ટીમો અહીં કેવું પ્રદર્શન કરે છે તે જોવું રહ્યું.