May 8, 2024

તાઇવાન ભૂકંપમાં લાપતા બે ભારતીયો વિશે મોદી સરકારનું મોટું નિવેદન

Taiwan earthquake two indians missing modi government says big update

તાઇવાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં બે ભારતીય ગુમ થયા હતા.

નવી દિલ્હીઃ 3 એપ્રિલે તાઈવાનમાં આવેલા જોરદાર ભૂકંપમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમાં 10 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકો ગુમ પણ થયા છે. જેમાં 2 ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આ ભારતીયોના ગુમ થવાના સમાચાર 4 એપ્રિલના રોજ સામે આવ્યા હતા. ત્યારબાદ તેમની તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે ભારતની મોદી સરકારે આ ગુમ ભારતીયો અંગે મોટી માહિતી આપી છે. સરકારનું કહેવું છે કે, ભૂકંપ દરમિયાન ગુમ થયેલા ભારતીયો મળી આવ્યા છે અને તેઓ સુરક્ષિત છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, તાઈવાનમાં આવેલા ભૂકંપ દરમિયાન અમે બંને ભારતીયો સાથે સંપર્ક સ્થાપિત કરી શક્યા ન હતા, પરંતુ હવે સંપર્ક થઈ ગયો છે. અમે તે લોકોને શોધી કાઢ્યા છે અને સુરક્ષિત છે.

આ પણ વાંચોઃ જયશંકરનો જડબાતોડ જવાબ – UNએ ભારતની ચૂંટણીની ચિંતા કરવાની જરૂર નથી

ઈન્ડિયા-તાઈપેઈ એસોસિએશને હેલ્પલાઈન જાહેર કરી
તાઈવાનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ઈન્ડિયા-તાઈપેઈ એસોસિએશને એક હેલ્પલાઈન પણ જાહેર કરી હતી અને કહ્યું હતું કે, કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેઓ આ હેલ્પલાઈનનો ઉપયોગ કરે. ભારતીય નાગરિકોએ તેમના સંબંધિત સંપર્કો દ્વારા તેમના સુધી પહોંચવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, 3 એપ્રિલે સવારે 8 વાગ્યે 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે તાઈવાનના 25 વર્ષમાં સૌથી વિનાશક સાબિત થયો હતો. તેનું કેન્દ્ર તાઈવાનના પર્વતીય વિસ્તાર હુઆલીન કાઉન્ટીમાં જમીનથી લગભગ 15 કિલોમીટર નીચે હતું.

આ પણ વાંચોઃ AAPના મનિષ સિસોદિયાએ જેલમાંથી લખ્યો ભાવુક પત્ર, કહ્યુ – જલદી બહાર મળીશું

ડઝનેક લોકો હજુ પણ ગુમ છે
આ વિનાશકારી ભૂકંપના કારણે તાઈવાનમાં હજુ પણ એક ડઝન લોકો ગુમ છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. 3 માર્ચે રાતોરાત હુઆલીનમાં ડઝનેક આફ્ટરશોક્સ અનુભવાયા હતા. જેમાંથી કેટલાક 150 કિમી દૂર રાજધાની તાઈપેઈમાં અનુભવાયા હતા. સુરક્ષા કારણોસર દેશની લગભગ તમામ શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી. આ ભૂકંપના આંચકા જાપાન અને ફિલિપાઈન્સમાં 2000 કિલોમીટર દૂર અનુભવાયા હતા. ત્યારબાદ ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

1999માં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
આ પહેલા 1999માં તાઈવાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 2,415 લોકોના મોત થયા હતા અને 11,305 લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપમાં 300 અબજ તાઇવાન ડોલરની સંપત્તિને નુકસાન થયું હતું.