SVP હોસ્પિટલમાં હાઉસકીપિંગ સ્ટાફ કાયમી કરવાના મુદ્દે હડતાળ પર ઉતર્યો
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે હાઉસકીપિંગ સ્ટાફ કાયમી કરવાને લઈને હડતાળ પર ઉતર્યો છે. અંદાજિત 300 જેટલા હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઊતરતાં કામગીરી અટવાઈ હતી. એસીપી હોસ્પિટલમાં સિંદુરી ફેબર એજન્સીનો કોન્ટ્રાક્ટ ચાલતો હતો, જેમાં 300થી પણ વધારે કર્મચારીઓ કામ કરતા હતા.
અમદાવાદ: SVP ખાતે સફાઈ કર્મચારીઓની હડતાળ,
કોન્ટ્રાક્ટ બદલાતા કર્મચારીઓ દ્વારા હોબાળો કરાયો#AMC #ahmedabadmunicipalcorporation #SVP #contract #protest #GujaratiNews #newscapitalgujarat #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/zt9ORAJ5qW— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 4, 2024
આગામી 15મી એપ્રિલથી સિંદુરી ફેબર એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા વિશ્વા એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ શરૂ થવાનો છે ત્યારે સિંદુરી ફેબર કમ્પનીમાં કામ કરતા કર્મચારીઓ રોષે ભરાયાં છે. કર્મચારીઓનું કેહવુ છે કે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. SVP હોસ્પિટલ દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરીને કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં એક કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી છેલ્લા 6 વર્ષથી સિંડુરી ફેબરમાં કામ કરે છે, ત્યારે તેમને તેનો લાભ મળવો જોઈએ. આગામી સમયમાં જ્યારે કોન્ટ્રાક્ટ બદલાઈ રહ્યો છે તેની જાણ બે મહિના પેહલાં થવી જોઈએ પરંતુ હોસ્પિટલ દ્વારા કોઈ જાણ કરવામાં આવી નથી અને નવી કંપની મોટી ઉંમરના કર્મચારીઓને રાખવા માંગતી ન હોવાનો પણ આક્ષેપ હાઉસકીપિંગ સ્ટાફે કર્યો અને કાયમી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: શહેરના સરખેજ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતું હુક્કાબાર ઝડપાયું
બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સફાઈ કર્મચારીઓના સમર્થનમાં આવી છે. કોંગ્રેસના અમદાવાદ પશ્ચિમનાં ઉમેદવાર ભરત મકવાણાએ જણાવ્યું હતું કે તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે અને કર્મચારીઓને કાયમી ન કરતા તમામ સરકારી કચેરીમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાવી રહી છે જેને કારણે ગરીબ વર્ગને નુકસાન જઈ રહ્યું છે.
એસ વી પી હોસ્પિટલના ચીફ ઓફિસર સૌરભ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ આગામી 15 એપ્રિલ થી બદલાઈ રહ્યો છે અને જુના કર્મચારીઓને નવી કંપનીમાં સામેલ થવા માટે જણાવવામાં આવ્યું છે. વાત કર્મચારીઓને કાયમી કરવાની વાત હોય તો કોન્ટ્રાકટમાં કર્મચારીઓ ને કાયમી કરવાનું કામ SVP હોસ્પિટલનું નથી અને આ સ્ટાફ હડતાળ પર ઊતરતાં કામગીરી અટવાય નહીં તેની પણ વ્યવસ્થા SVP દ્વારા કરવામાં આવી છે.