July 3, 2024

Suratના ટેક્સટાઇલ માર્કેટમાં બોગસ બીલિંગ કૌભાંડ, 100 કરોડનો ગોટાળો હોવાની શક્યતા

સુરતઃ લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે હવે ઇન્કમટેક્સ વિભાગે કામગીરી હાથ ધરી છે. ટેક્સ્ટાઈસ્ટ માર્કેટમાં બોગસ બીલિંગના આધારે કૌભાંડ ઝડપી પાડ્યું છે. GST વિભાગે બીલિંગના આધારે ઓવર વેલ્યુએશનનું કૌભાંડ ઝડપાયું છે.

GST વિભાગની તપાસ દરમિયાન મોટા ખુલાસા થયા છે. રૂપિયા 40ની સાડી 400થી 500ના ભાવે એક્સપોર્ટ કરવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડ આશરે 100 કરોડની આસપાસનું હોવાની શક્યતા છે. ઇન્કમટેક્સ વિભાગ બ્રોકર દ્વારા મોકલવામાં આવતા તમામ મામલની વિગતો તપાસશે. અગાઉ બોગસ બિલો પકડાયા હતા અને તેમાં માલની હેરફેર થતી નહોતી. ત્યારે માત્ર બીલિંગના આધારે ITC પાસઓન કરાવવામાં આવતી હતી.

આ પણ વાંચોઃ હિટવેવથી મોતના આંકડા વધ્યાં, સુરત સ્મશાન ગૃહમાં દરરોજ 18નાં અંતિમ સંસ્કાર

એક્સપોર્ટનો મહત્તમ લાભ લેવા ઓવર વેલ્યુએશન કરવામાં આવતું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન, સાડી સહિતનો કેટલોક માલ અને બીલ આપનારા અલગ અલગ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે ઇન્કમટેક્સ વિભાગે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.