February 8, 2025

શેખ હસીના જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી ભારતમાં રહે, મણિશંકર ઐયરે મોદી સરકારને આપી સલાહ

Bangladesh: કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે શેખ હસીનાને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, શેખ હસીના જ્યાં સુધી તેઓ ઇચ્છે ત્યાં સુધી ભારતમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે ખુશી વ્યક્ત કરી કે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગયા મહિને ઢાકાની મુલાકાત લીધી હતી અને ત્યાંના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે ૧૬મા એપીજે કોલકાતા સાહિત્ય મહોત્સવ પ્રસંગે કહ્યું કે સંવાદ ચાલુ રહેવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભારતે બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે મંત્રી સ્તરનો સંપર્ક સ્થાપિત કરવાની જરૂર છે.

બાંગ્લાદેશે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે. આ વિશે પૂછવામાં આવતા, ઐયરે કહ્યું કે મને આશા છે કે આપણે ક્યારેય એ વાત પર અસંમત નહીં થઈએ કે શેખ હસીનાએ આપણા માટે ઘણું સારું કામ કર્યું છે. મને ખુશી છે કે તેમને આશ્રય આપવામાં આવ્યો. મને લાગે છે કે આપણે તેમને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી અહીં રહેવા દેવા જોઈએ. ભલે પછી તે તેમના આખા જીવન માટે કેમ ન હોય.

આ પણ વાંચો: SpaDeX docking mission: ઇતિહાસ રચવાની નજીક ISRO; બંને ઉપગ્રહો ‘હેન્ડશેક’ માટે 3 મીટર નજીક આવ્યા

શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું
શેખ હસીનાએ ગયા વર્ષ 5 ઓગસ્ટથી ભારતમાં છે. વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ થયેલા મોટા વિરોધ પ્રદર્શનો બાદ તે દેશ છોડીને ભારત આવ્યા. જેના કારણે તેમની 16 વર્ષ જૂની સરકાર પડી ભાંગી. કોંગ્રેસના નેતાએ કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે તે સાચું છે, પરંતુ આ મોટે ભાગે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેઓ શેખ હસીનાના સમર્થક છે.