February 8, 2025

BCCIએ કરી નવા સચિવની જાહેરાત, આ દિગ્ગજ ખેલાડી લેશે જય શાહનું સ્થાન

BCCI: ભારતીય ક્રિકેટ દિગ્ગજ જય શાહે તાજેતરમાં ICCમાં અધ્યક્ષની ભૂમિકા સંભાળી છે. બીસીસીઆઈએ તેની વિશેષ સામાન્ય સભામાં નવા સચિવની પસંદગી કરી છે. આસામના ભૂતપૂર્વ ક્રિકેટર દેવજીત સૈકિયા જય શાહના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ બન્યા છે. જય શાહ ICCના અધ્યક્ષ બન્યા ત્યારથી આ પદ ખાલી હતું.

આ પણ વાંચો: ઉત્તરાયણને લઈ અમદાવાદમાં પોળના ધાબાઓની ડિમાન્ડ વધી, 700થી વધુ ધાબાનું બુકિંગ

બેઠકમાં લેવાયેલ નિર્ણય
BCCIએ આજે જનરલ મીટિંગ કરી હતી. જેમાં નવા સચિવની પસંદગી કરવામાં આવી હતી. આ નિમણૂક વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્નીએ કરી છે. બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને તેમણે સચિવનું પદ દેવજીત સૈકિયાને સોંપ્યું છે. દેવજીત સૈકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને આસામથી આવે છે. દેવજીત સૈકિયાએ 1990 થી 1991 ની વચ્ચે કુલ 4 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી.