February 8, 2025

મકરસંક્રાંતિ પર કેવું રહેશ હવામાન, પરેશ ગોસ્વામી કરી આ આગાહી

Makar Sankranti 2025: મકરસંક્રાતિના પર્વને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી કરી છે. રાજ્યમાં આકાશ ખુલ્લુ રહેશે અને રાજ્યમાં દિવસ દરમિયાન તાપમાન 25 થી 30 ડિગ્રી જોવા મળશે. ઉત્તર ગુજરાતના બોર્ડર બાજુના વિસ્તારમાં તાપમાન 20 થી 22 ડિગ્રી જોવા મળશે. આ વર્ષે પવનની ગતિ સારી જોવા મળશે. સૌરાષ્ટ્રરના વિસ્તારમાં પવનની ગતિ 20 થી 22 કિમી ઝડપ જોવા મળશે.

આ પણ વાંચો: BCCIએ કરી નવા સચિવની જાહેરાત, આ દિગ્ગજ ખેલાડી લેશે જય શાહનું સ્થાન

હાલ ગુજરાતમાં આવું રહેશે હવામાન
રાજ્યમાં હાલ લોકોને ડબલ ઋતુનો અનુભવ થશે. ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં દિવસ દરમિયાન તાપમાન 25 થી 30 ડિગ્રી જોવા મળશે. પવનની ગતિ 20 થી 22 કિમી ઝડપે જોવા મળશે.