January 22, 2025

સાબરકાંઠામાં ડબલ મર્ડર વિથ લૂંટની ઘટના, ત્રણ આરોપીની ધરપકડ

Sabarkantha himmatnagar crime news murder with loot police arrested 3 accused

પાર્થ ભટ્ટ, સાબરકાંઠાઃ તાજેતરમાં સાબરકાંઠાના હિંમતનગરમાં 77.5 લાખની લૂંટ વિથ મર્ડરની ઘટના નોંધાઈ હતી. જો કે, પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ સહિત નોંધાયેલી ફરિયાદથી વધુ મુદ્દામાલ ઝડપી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા મેળવી છે. તેમાં પારિવારિક ગૃહ પોલીસના પગલે પુત્રવધુ તેમ જ પૌત્ર દ્વારા જ સમગ્ર ઘટનાની અંજામ અપાયાનું ખુલ્યું છે.

સાબરકાંઠાના હિંમતનગરના રામનગર વિસ્તારમાં 35 લાખ રોકડ તેમજ 30 લાખથી વધારે સોનાચાંદીના ઘરેણાંની ચોરી તેમજ નિવૃત પોલીસ કર્મચારી સહિત તેમની પત્નીની હત્યા થયા હોવાનું મામલો બહાર આવતા સમગ્ર હિંમતનગર શહેરમાં ખળભળાટ વ્યાપ્યો હતો. જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસે એકસાથે ત્રણ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે, ડોગ્સ સ્ક્વોડ અને એફએસએલ સહિત ટેક્નિકલ સર્વેલન્સ તેમજ આસપાસના લોકોના નિવેદનના આધારે પોલીસને શરૂઆતમાં જ હત્યામાં વપરાયેલા હાથના મોજાથી ઘરના જ કોઈ વ્યક્તિએ અત્યારમાં ભાગીદાર હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું.

તેના પગલે વિક્રમસિંહ ભાટીની પુત્રવધૂને કડકાઈથી પૂછતા સમગ્ર ઘટનાનો ભેદ ખૂલી ગયો હતો. તેમજ લૂંટ વિથ મર્ડરમાં તેમનો રોલ હોવાનું બહાર આવ્યું હતું. તેમજ તેમને સમગ્ર ઘટના કબૂલી હતી. જેમાં વિક્રમસિંહ ભાટી તેમજ તેમની પત્ની મનહર કુંવરબાટીની છેલ્લા કેટલાય સમયથી તેમની પુત્રવધૂ મિત્ર કુમારી વનરાજસિંહ ભાટીને સતત તેમ જ અનહદ ત્રાસ આપી લડાઈ ઝઘડો કરતા હોવાના પગલે પુત્રવધૂ મિતલ કુમારી તેમજ તેમના સગીર દીકરાએ એક થઈ આરોપી હેત અતુલકુમાર પટેલને દસ લાખ રૂપિયામાં વિક્રમસિંહ ભાટી તેમજ મનહરબાની સોપારી આપી હતી. પુત્રવધૂ એ જ સાસુ-સસરાની ઘાતકી હત્યા કરવા માટે દસ લાખ રૂપિયામાં સોપારી આપી ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસે અલગ અલગ ત્રણ ટીમોનો ધમધમાટ આદરતા પુત્રવધૂ મિતલ કુમારી વનરાજસિંહ ભાટી સહિત તેમનો સગીર પૌત્ર તેમજ માણસાના વિપુલ સિંહ વાઘેલા સહિત હેત અતુલકુમારની અટકાયત કરી છે.

સામાજિક સંબંધો દિન પ્રતિદિન તૂટતા હોવાથી તેમ જ નાના મોટા ગૃહકલેશ ક્યારેક અત્યાર સુધી પહોંચતા હોય તેવું ભાગ્ય જ બનતું હોય છે. હિંમતનગરના રામનગર વિસ્તારમાં વિક્રમસિંહ ભાટી તેમના પુત્ર પુત્રવધૂ તેમજ પત્ની સાથે રહેતા હતા. ત્યારે વિક્રમસિંહનો પુત્ર વનરાજસિંહ ઘરેથી બહાર જતા તેમની પત્ની તેમજ વિક્રમસિંહના પૌત્રે સાસુ સસરા ઘરે એકલા હોવાના પગલે તેમની એકલતાનો લાભ લઈ સગીર કિશોર હેત પટેલે વિક્રમસિંહ ભાટીને ધારદાર ચપ્પાથી ગળું કાપ્યું હતું. ત્યારબાદ સાસુ મનહર કુંવરબાને હત્યા કરવા માટે પુત્રવધુ તેમજ સગીર પૌત્રે જ મોઢું દબાવી રાખી તેમને વિપુલ સિંહે ધારદાર ચપ્પુ મારી હત્યા કરી હતી. આ સાથે લોકરમાં મૂકેલા 35 લાખ રોકડા સહિત સોના ચાંદીના દાગીનાની ચોરીનો તરકટ રચ્યો હતો. પોલીસે અલગ અલગ ત્રણ ટીમો થકી તે 80.85 લાખના દાગીના સહિત 30 લાખ રોકડા રિકવર કરી ચાર વ્યક્તિઓની અટકાયત કરી છે.

જો કે, એક તરફ સામાજિક એકતાના પંડિતો દિન પ્રતિદિન ઘર કુટુંબ અને પરિવારમાં સુખરૂપ જીવન જીવવાની વાતો કરે છે. તો બીજી તરફ કલયુગનો પ્રભાવ વ્યાપક બની રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં પારિવારિક સંબંધો મામલે પર પર જાગૃત થવાની જરૂરિયાત છે.