May 19, 2024

Saurashtra Election LIVE Update: 5 વાગ્યા સુધીમાં જૂનાગઢમાં 53 ટકા તો રાજકોટમાં 54 ટકા મતદાન

rajkot porbandar junagadh amreli bhavnagar kutch jamnagar surendranagar

રાજકોટઃ લોકસભાની ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે આજે સમગ્ર ગુજરાત રાજ્યની 25 બેઠક પર પણ મતદાન યોજવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની વાત કરીએ તો, તેમાં કુલ આઠ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. હાલ તમામ લોકસભા મતવિસ્તારમાં મતદાન ચાલુ છે. ત્યારે દરેક પોલિંગ બુથ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાતાઓને તકલીફ ન પડે તે માટે પાણી સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

લાઇવ અપડેટ્સઃ

5 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છનું મતદાન

સુરેન્દ્રનગર 49.19
રાજકોટ 54.29
પોરબંદર 46.51
જામનગર 52.36
કચ્છ 48.96
જૂનાગઢ 53.84
અમરેલી 45.59
ભાવનગર 48.59
  • જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ પ્રવીણભાઈ નરભેરામ મહેતા સ્કૂલમાં કર્યું મતદાન
  • જાફરાબાદમાં લોકસભાની ચૂંટણી ફરજ દરમિયાન મહિલા કર્મચારીનું અચાનક મોત
  • સુરેન્દ્રનગરમાં દુબઇથી સ્પેશ્યલ મતદાન કરવા આવ્યો યુવક
  • ઉનાના ગરાળ ગામે ક્ષત્રિય સમાજના લોકોએ કર્યુ સામુહિક મતદાન

બપોરે 3 વાગ્યા સુધીનું મતદાન

સુરેન્દ્રનગર 40.93
રાજકોટ 46.47
પોરબંદર 37.96
જામનગર 42.52
કચ્છ 41.18
જૂનાગઢ 44.47
અમરેલી 37.82
ભાવનગર 40.96
  • ભાવનગરના તલગાજરડામાં જાણીતા કથાકાર મોરારિબાપુએ કર્યું મતદાન
  • જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલી પ્રાથમિક શાળામાં સાધુ-સંતો મતદાન કર્યું
  • કોંગ્રેસના માલધારી આગેવાન ગેસના બાટલા સાથે મતદાન કરવા માટે પહોંચ્યા
  • લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ કર્યું મતદાન
  • રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર પરીવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
  • દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કર્યું મતદાન, ઓખા નગરપાલિકા હાઈસ્કૂલે પહોંચ્યા
  • વાંકાનેરના રાજવી પરિવારે કર્યુ મતદાન, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મતદાન કર્યું
  • ભાવનગરના રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજીએ કુમાર શાળામાં મતદાન કર્યું
  • ભાવનગરના યુવરાજના પત્ની અને મહારાણી સંયુક્તાદેવી સાથે મતદાન કર્યું

બપોરે 1 વાગ્યા સુધીમાં મતદાન

સુરેન્દ્રનગર 33.39
રાજકોટ 37.42
પોરબંદર 30.8
જામનગર 34.61
કચ્છ 34.26
જૂનાગઢ 36.11
અમરેલી 31.48
ભાવનગર 33.26
  • ઓખા બુથ નંબર-2 નગરપાલિકા સંચાલિત શાળામાં EVMમાં ખામી સર્જાય, તાત્કાલિક બદલવામાં આવ્યું
  • ભાવનગરના AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કર્યું મતદાન, પરિવાર સાથે પહોંચ્યા
  • દ્વારકાના ખંભાળિયામાં મંત્રી મુળુ બેરાએ કર્યું મતદાન, વધુમાં વધુ મતદાન કરવા અપીલ
  • લોકગાયિકા ગીતાબેન રબારીએ કર્યું મતદાન, ટપ્પર ગામે પરિવાર સાથે પહોંચ્યા
  • કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ કર્યું મતદાન, સુખપર રોહા ગામે પહોંચ્યા
  • ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કર્યું મતદાન, પરિવારજનો સાથે પહોંચ્યા
  • ભાવનગરના AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કર્યું મતદાન, પરિવાર સાથે પહોંચ્યા
  • સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ કર્યું મતદાન, ચોટીલા પહોંચ્યા
  • જેતપુરના MLA જયેશ રાદડિયાએ કર્યું મતદાન, જામકંડોરણા તાલુકા શાળાએ પહોંચ્યા
  • કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યું મતદાન, વિછીયાની કન્યા શાળામાં પહોંચ્યા

સવારે 11 વાગ્યા સુધીમાં મતદાન

સુરેન્દ્રનગર 22.76
રાજકોટ 24.56
પોરબંદર 19.83
જામનગર 20.85
કચ્છ 23.22
જૂનાગઢ 23.32
અમરેલી 21.89
ભાવનગર 22.33
  • રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કર્યું મતદાન, જામ ખંભાળિયા પહોંચ્યા
  • ગીર-સોમનાથમાં પદ્મી શ્રી હિરાબેન લોબીએ જાંબુર ગામમાં કર્યું મતદાન
  • જૂનાગઢના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ કર્યું મતદાન
  • અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે કર્યું મતદાન
  • જામનગરના MLA રિવાબા જાડેજાએ કર્યું મતદાન
  • પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ કર્યું મતદાન, મોઢવાડા ગામે પહોંચ્યા
  • ભાવનગરના ઉમેદવાર નિમુબેન બાંભણીયાએ કર્યું મતદાન, પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા
  • માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ કોડવાવ ગામે કર્યું મતદાન
  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ કર્યું મતદાન, પંચવટી કોલેજમાં કર્યું મતદાન
  • અમરેલી લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાએ કર્યું મતદાન, લાઠીના જરખીયા ગામે વતનમાં પરિવાર સાથે પહોંચ્યા
  • જામનગરમાં કાજલ હિન્દુસ્તાનીએ પણ કર્યું મતદાન, બસ સ્ટેન્ડ પાસે દેવરાજ દેપાળ સ્કૂલમાં પહોંચ્યા

સવારે 9 વાગ્યા સુધીમાં થયેલું મતદાન

સુરેન્દ્રનગર 9.43
રાજકોટ 9.77
પોરબંદર 7.84
જામનગર 8.55
કચ્છ 8.79
જૂનાગઢ 9.05
અમરેલી 9.13
ભાવનગર 9.2
  • પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ કર્યું મતદાન
  • જામનગરના કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયાએ કર્યું મતદાન
  • હિંદુ ધર્માચાર્ય સભાના સંયોજક પરમાત્માનંદ સરસ્વતીએ કર્યું મતદાન, રાજકોટ મુંજકા-2 પ્રાથમિક શાળામાં પહોંચ્યા
  • સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુ શિહોરાએ કર્યું મતદાન, કાર્યકરો સાથે વતન હળવદ તાલુકાના કેદારીયા ગામે પહોંચ્યા
  • સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે કર્યું મતદાન
  • લીંબડી પ્રાથમિક શાળા નંબર-4માં ઇવીએમ મશીન બંધ થતાં મતદાન અટક્યું
  • ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મતદાન કર્યું
  • જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ માદરે વતન સુપાસીમાં મતદાન કર્યું
  • કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ કર્યું મતદાન
  • પોરબંદર લોકસભા કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ કર્યું મતદાન, ધોરાજીની આદર્શ સ્કૂલે પહોંચ્યા
  • રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ કર્યું મતદાન, અમરેલીની બહારપરા કન્યા શાળામાં સહપરિવાર પહોંચ્યા
  • સાંસદ મોહનભાઇ કુંડારીયાએ રાજકોટની નિલકંઠ વિદ્યાલયમાં કર્યું મતદાન
  • જામનગર મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરાએ પરિવાર સાથે કર્યું મતદાન
  • પરશોત્તમ રૂપાલા જંગી લીડથી જીતશે: રામ મોકરિયા
  • રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ પરિવાર સાથે કર્યું મતદાન
  • રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ અમરેલીના ઇશ્વરિયા ગામે પરિવાર સાથે મતદાન કર્યું
  • મધ્ય ગુજરાતની તમામ આઠ સીટ પર મતદાનની શરૂઆત થઈ ગઈ છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ

રાજકોટના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,93,626
  • સ્ત્રી મતદારોઃ 10,18,611
  • અન્યઃ 36
  • કુલ મતદારોઃ 21,12,273

પોરબંદરના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,12,077
  • સ્ત્રી મતદારોઃ 8,56,110
  • અન્યઃ 25
  • કુલ મતદારોઃ 17,68,212

જામનગરના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,31,715
  • સ્ત્રી મતદારોઃ 8,86,113
  • અન્યઃ 36
  • કુલ મતદારોઃ 18,17,864

અમરેલીના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 8,95,666
  • સ્ત્રી મતદારોઃ 8,37,118
  • અન્યઃ 26
  • કુલ મતદારોઃ 17,32,810

ભાવનગરના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,93,920
  • સ્ત્રી મતદારોઃ 9,22,940
  • અન્યઃ 40
  • કુલ મતદારોઃ 19,16,900

સુરેન્દ્રનગરના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,56,612
  • સ્ત્રી મતદારોઃ 9,76,775
  • અન્યઃ 32
  • કુલ મતદારોઃ 20,33,419

જૂનાગઢના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 9,18,402
  • સ્ત્રી મતદારોઃ 8,76,683
  • અન્યઃ 25
  • કુલ મતદારોઃ 17,95,110

કચ્છના મતવિસ્તારનો ચિતાર

  • પુરુષ મતદારોઃ 10,00,743
  • સ્ત્રી મતદારોઃ 9,42,366
  • અન્યઃ 27
  • કુલ મતદારોઃ 19,43,136

સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલુ
લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે સમગ્ર ગુજરાતના મતદાન મથકો પર હાલ મતદાનની પ્રકિયા ચાલી રહી છે. લોકો વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાઇનમાં ઉભા છે. ત્યારે ગુજરાતના કુલ 4.97 કરોડ મતદાતાઓ મતદાન કરશે. તેમાં 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે.