January 23, 2025

રવિન્દ્ર જાડેજા આજે બનાવશે નવો રેકોર્ડ? આ રેકોર્ડથી એક જ ડગલું દૂર

IPL 2024: CSK ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા IPLમાં મોટો રેકોર્ડ બનાવવાના એક સ્ટેપ જ દુર છે. આજે સાંજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ સામસામે ટકરાશે. આ મેચનું આયોજન વિશાખાપટ્ટનમના મેદાનમાં કરવામાં આવ્યું છે. જો આજની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો વિજય થાય છે તો રવિન્દ્ર જાડેજાના નામે એક રેકોર્ડ બની જશે. અત્યાર સુધીમાં આ રેકોર્ડ માત્ર ધોની જ બનાવી શક્યો છે.

એક જીત દૂર છે
રવિન્દ્ર જાડેજા લીગની પ્રથમ સિઝનથી IPLમાં રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 130 મેચ જીતી છે. IPLમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે તે રોહિત શર્માની સામે બીજા સ્થાને છે. ધોની આ યાદીમાં 147 સાથે નંબર 1 પર છે. જેના કારણે આજની મેચ CSKની ટીમ જીતશે તો જાડેજા IPLમાં 130થી વધુ મેચ જીતનાર બીજા ખેલાડી બની જશે. IPLમાં સૌથી વધુ મેચ જીતનાર ખેલાડીઓમાં એમએસ ધોની – 147 જીત, રવિન્દ્ર જાડેજા – 130 જીત, રોહિત શર્મા – 130 જીત, દિનેશ કાર્તિક – 123 જીત, સુરેશ રૈના – 122 જીત મેળવી છે. CSK માટે સૌથી વધુ મેચ જીતનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો આર અશ્વિન – 60 જીત, ડ્વેન બ્રાવો – 67 જીત, રવિન્દ્ર જાડેજા – 95 જીત, સુરેશ રૈના – 109 જીત, એમએસ ધોની – 132 જીત અત્યાર સુધીમાં પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો:  કોણ છે મયંક યાદવ? IPLમાં માત્ર આટલા લાખમાં ખરીદવામાં આવ્યો

રવિન્દ્ર જાડેજાની આઈપીએલ કારકિર્દી
ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય IPLમાં ગુજરાત લાયન્સ, રાજસ્થાન રોયલ્સ, કોચી ટસ્કર્સ કેરળ તરફથી પણ રમી ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં 2724 રન 26.45ની એવરેજથી બનાવ્યા છે. આ મેચ દરમિયાન 7.59ના ઈકોનોમી રેટથી 152 વિકેટ પણ લીધી છે. હવે જોવાનું રહ્યું કે આજના દિવસે CSK મેચ જીતે છે કે નહીં. જો આ મેચ CSK જીતે છે તો આ રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામે બની જશે.