May 8, 2024

અમદાવાદમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થશે કે બોલરો તબાહી મચાવશે?

IPL 2024: આજે 12મી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આમને સામને ટકરાશે. મહત્વની વાત એ છે કે આજની મેચમાં લીગના ઇતિહાસમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો ગુજરાત ટાઇટન્સની સાથે થવાનો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેટ્સમેનોનો હમેંશા દબદબો જોવા મળ્યો છે. અહિંયાના મેદાનમાં બોલોરો માટે કંઈ ખાસ જોવા મળતું નથી. જેના કારણે આજની મેચમાં તમને હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. અહીંની પીચ પર બોલરોનું થોડું પ્રભુત્વ જોવા મળી શકે છે. જેના કારણે બેટ્સમેન પરેશાન થઈ શકે છે. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 28 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જે ટીમ બેટિંગ કરે છે તે ટીમમાંથી 14 વખત જીત મેળવી છે. આ સ્ટેડિયમમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 170 થી 180 રનની વચ્ચે જોવા મળ્યો છે. ગુજરાત ટાઇટન્સ આ સ્ટેડિયમમાં 11 મેચ રમી છે.

આ પણ વાંચો: એક વર્ષ પછી વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમનેસામને

સનરાઈઝર્સ હૈદરાબાદઃ સનવીર સિંહ, અબ્દુલ સમદ, અનમોલપ્રીત સિંહ, અભિષેક શર્મા, એઈડન માર્કરામ, ટ્રેવિસ હેડ, જે સુબ્રમણ્યન, વાનિન્દુ હસરાંગા, માર્કો જેન્સન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી નાતા. , મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ, જયદેવ ઉનડકટ, ઉમરાન મલિક, આકાશ સિંહ, પેટ કમિન્સ (કેપ્ટન)

ગુજરાત ટાઇટન્સઃ બીઆર શરથ, શાહરૂખ ખાન,ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ. , મોહિત શર્મા, અઝમતુલ્લા ઓમરઝાઈ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જોન્સન, સંદીપ વોરિયર, કેન વિલિયમસન, ઉમેશ યાદવ, શુભમન ગિલ (કેપ્ટન).