January 24, 2025

India vs England: રજત પાટીદાર ડેબ્યૂ ટેસ્ટમાં જ કમનસીબીનો શિકાર

India vs England:  રજત પાટીદાર માટે આજનો ખાસ અને મહત્વપૂર્ણ રહ્યો હતો. એ વાત તો ચોક્કસ કહી શકાય કે કોઈ પણ ખેલાડી માટે પોતાના દેશ માટે રમવું એ ભૂલી ના શકાય એવી ક્ષણ હોય છે. રજત પાટીદાર અગાઉ વનડે રમી ચૂક્યો છે, પરંતુ આ ટેસ્ટમાં તેનું ડેબ્યુ છે. તે પહેલી જ મેચમાં સારી રીતે મસ્ત બેટિંગ કરી રહ્યો હતો. તેણે કોઈ ભૂલ કે પછી કોઈ ચૂક કરી ન હતી.

આ રીતે થયો આઉટ
રજત પાટીદારને ભારતની સામે ઈંગ્લેન્ડ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. તે 5માં સ્થાન પર બેટિંગ કરવા આવ્યો હતો. એક બાજૂ યુવા યશસ્વી જયસ્વાલ હતો તે અનુભવી હોવા છતાં તેણે રજત કરતાં વધુ મેચ રમી છે. પરંતુ અહિંયા એ વાસ્તવિકતા છે કે ઈપણ ખેલાડી ટેસ્ટ ડેબ્યૂ દરમિયાન થોડો નર્વસ તો હોય જ છે. તેણે 32 રન બનાવ્યા હતા. ત્યાર બાદ તેને બહાર જવું પડ્યું હતું. રેહાન અહેમદના બોલ પર રજતે ડિફેન્સિવ શોટ રમ્યો હતો, પરંતુ બેટને વાગ્યા બાદ બોલ સ્ટમ્પ તરફ જવા લાગ્યો હતો. થોડીવાર પછી રજતની નજર તે દિશામાં ગઈ અને તેણે પગ વડે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના પગથી સ્ટમ્પ પર અથડાઈ ચૂક્યો હતો અને તે આઉટ થઈ ગયો હતો. પરંતુ પ્રથમ દાવમાં જ રજત પાટીદારે સાબિત કરી દીધું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ બેટ્સમેન છે અને ભવિષ્યમાં ભરોસાપાત્ર ખેલાડી બની શકે છે.

https://twitter.com/fairytaledust_/status/1753353138189553768?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1753353138189553768%7Ctwgr%5E74d214a7b5ecf112f0f00016fd2b8ddfb62052d1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fsports%2Fcricket%2Frajat-patidar-faces-an-unfortunate-dismissal-in-his-debut-game-against-england-2024-02-02-1020791

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાણી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી એક ખેલાડીએ ડેબ્યૂ કર્યું હતું. આ ખેલાડી ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. આખરે આ ખેલાડીને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ખેલાડી બીજું કોઈ નહીં પણ રજત પાટીદાર છે.

યશસ્વી જયસ્વાલની તોફાની સદી
ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને શા માટે આવનાર સમયનો સૌથી બેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે તો તેની સાબિતી તેણે ફરી એકવાર આપી છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. જોકે જયસ્વાલ હૈદરાબાદ ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરી શકયો ના હતો. તે 80 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ વિશાખાપટ્ટનમમાં તેણે કોઈ ચૂક રાખી ના હતી. જયસ્વાલે 151 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

આ પણ વાચો: IND vs ENG: ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો,આજે ઈંગ્લેન્ડની ટીમને હંફાવશે