December 6, 2024

વડાપ્રધાન મોદીને મળ્યા રોહન બોપન્ના, ભેંટમાં આપી આ ખાસ ગિફ્ટ

નવી દિલ્હી: ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ શુક્રવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, તેને રેકેટ રજૂ કરવામાં આવ્યું જેણે તેને ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 નો ખિતાબ જીત્યો હતો. આ સમયનો ફોટો બોપન્નાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. બેંગલુરુમાં જન્મેલા બોપન્ના, સાનિયા મિર્ઝા, લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ પછી ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર અને ડબલ્સમાં એટીપી રેન્કિંગમાં ટોચ પર રહેનાર ચોથો ભારતીય બન્યો છે. બોપન્નાએ હંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023માં રૂતુજા ભોસલે સાથે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

શુ કહ્યું રોહન બોપન્નાએ
બોપન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘મને આજે આપણા માનનીય વડાપ્રધાન મોદીજીને મળવાનું સૌભાગ્ય મળ્યું છે. આ સન્માન મારા માટે ઘણું મોટું કહી શકાય. મને વિશ્વ નંબર 1 અને ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બનાવનાર રેકેટ રજૂ કરવામાં મને ગર્વ છે. તમામ લોકોના સ્નેહ અને પ્રેરણાથી મને પ્રોત્સાહન મળ્યું છે. મોદીએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતને ગૌરવ અપાવવા બદલ બોપન્નાની પ્રશંસા કરી હતી. આ સાથે જ પ્રધાનમંત્રીએ ભવિષ્યની ટુર્નામેન્ટ માટે તેમને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

ઓસ્ટ્રેલિયા ઓપનનો ખિતાબ
ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતના સ્ટાર ખેલાડી, રોહન બોપન્નાએ 27 જાન્યુઆરી શનિવારના રોજ ઈતિહાસ રચ્યો હતો, જ્યારે તેણે તેના પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 મેન્સ ડબલ્સ ટાઈટલ જીતીને તેનું પ્રથમ મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું. ઈન્ડો-ઓસ્ટ્રેલિયન જોડીએ ઈટાલીની સિમોન બોલેલી અને એન્ડ્રીયા વાવાસોરીને સીધા સેટમાં 7-6, 7-5થી હરાવીને રોડ લેવર એરેના ખાતે ફાઇનલમાં જીત મેળવી હતી.

આ પણ વાચો: IND vs ENG: ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો,આજે ઈંગ્લેન્ડની ટીમને હંફાવશે

યશસ્વી જયસ્વાલની તોફાની સદી
ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને શા માટે આવનાર સમયનો સૌથી બેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે તો તેની સાબિતી તેણે ફરી એકવાર આપી છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. જોકે જયસ્વાલ હૈદરાબાદ ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરી શકયો ના હતો. તે 80 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ વિશાખાપટ્ટનમમાં તેણે કોઈ ચૂક રાખી ના હતી. જયસ્વાલે 151 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.