May 21, 2024

IND vs ENG: યશસ્વી જયસ્વાલની તોફાની સદી, તોડ્યા અનેક રેકોર્ડ

India vs England: લેફટ હેડ બેટ્સમેન યશસ્વી જયસ્વાલને શા માટે આવનાર સમયનો સૌથી બેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે તો તેની સાબિતી તેણે ફરી એકવાર આપી છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. જોકે જયસ્વાલ હૈદરાબાદ ટેસ્ટમાં સારૂ પ્રદર્શન કરી શકયો ના હતો. તે 80 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ વિશાખાપટ્ટનમમાં તેણે કોઈ ચૂક રાખી ના હતી. જયસ્વાલે 151 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

આ પણ વાચો: IND vs ENG: ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો,આજે ઈંગ્લેન્ડની ટીમને હંફાવશે

જયસ્વાલની સદી
જયસ્વાલ માટે આ સદી ખૂબ જ ખાસ વધારે એટલા માટે છે કેમ કે આ તેની પ્રથમ ટેસ્ટ સદી છે જે ભારતની ભૂમિ પર છે. આ પહેલાની વાત કરવામાં આવે તો તેણે વેસ્ટ ઈન્ડિઝમાં તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. વિશાખાપટ્ટનમની પીચ પર જયસ્વાલે અદભૂત બેટિંગ કરી હતી અને ચાહકોના દિલ જીતી લીધા હતા. યશસ્વી જયસ્વાલની ઉંમરની વાત કરવામાં આવે માત્ર 22 વર્ષનો છે. આવડી ઉંમરમાં તેણે 3 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. જયસ્વાલે T20માં 2 અને ટેસ્ટમાં એક સદી ફટકારી છે. એટલું જ નહીં, 22 વર્ષની ઉંમરે આ ખેલાડીએ ઓપનર તરીકે બે ટેસ્ટ સદી ફટકારી છે. તમને જણાવી દઈએ આ પહેલા સુનીલ ગાવસ્કરે નર તરીકે તેણે 22 વર્ષની ઉંમર સુધીમાં 4 ટેસ્ટ સદી ફટકારી હતી.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાવા જઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી એક ખેલાડીએ ડેબ્યૂ કરવાના છે. આ ખેલાડી ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. આખરે આ ખેલાડીને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડી બીજું કોઈ નહીં પણ રજત પાટીદાર છે.