November 19, 2024

ગુજરાતના ખેડૂતો પર આભ ફાટ્યું, કેટલાક જિલ્લાઓમાં વરસાદ

અમદાવાદ :  ગુજરાતમાં હાલ વાતારણમાં પલટો આવ્યો છે. શિયાળાની સિઝનમાં ઠંડીની સાથે સાથે અમુક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે ગુજરાના ખેડૂતો પર આભ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાઇ છે એક બાજુ શિયાળા સિઝનમાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું હતુ તો બીજી બાજુ અમુક જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતો પોતાનો પાક બચાવવા મથી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ગુજરાતના હવામાન વિભાગે કહ્યુ હતું કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. કમોસમી વરસાદ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં શરુ થઇ ગયો છે. જેમાં કમોસમી વરસાદનું આગમન થતા ઠંડીનો પારો વધી ગયો છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે વરસાદ વરસ્યો છે.  બીજી બાજુ રાજપીપળામાં કમોસમી વરસાદનર્મદા જિલ્લાના રાજપીપળામાં કમોસમી વરસાદ વરસ્યો છે.  વરસાદના પગલે ખેડૂતોના વાવેતર કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. સતત અડધો કલાક વરસાદ પડતા શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

ખેડૂતોની ચિંતા વધી
કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હાલ ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે, નોંધનીય છે કે ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ આ શિળાયામાં પડતાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી હતી. ગુજરાતના અન્ય જીલ્લાની વાત કરીએ તો નર્મદા,  સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 2 દિવસ ‘ભારે’, ખેડૂતોની ચિંતા વધી