May 2, 2024

દુબઈમાં પૂર, કોની ભૂલ?

Prime 9 With Jigar: દુબઈ સહિતના કેટલાક ગલ્ફ દેશોની તસવીરો અને વીડિયોઝ જોઈને દુનિયા ચોંકી ગઈ. રણવિસ્તાર નદીમાં ફેરવાઈ ગયો. મંગળવાર UAE માટે અમંગળ પુરવાર થયો હતો. જેનું કારણ કુદરતી પ્રક્રિયા પણ પોતાના હાથે લેવાની એક કોશિશ હતી. આ જુગાડ દુબઈને મોંઘો પુરવાર થયો. દુનિયાના કયા દેશો વરસાદ માટે આવા જુગાડનો ઉપયોગ કરે છે.

દુબઈ ડૂબ્યું

  • માત્ર 24 કલાકમાં 10 ઇંચ વરસાદ.
  • વીજળી ચમકતી હતી, પણ બત્તી ગુલ.
  • બે વર્ષનો વરસાદ એક દિવસમાં પડ્યો.
  • 75 વર્ષમાં પહેલી વખત પડ્યો ઐતિહાસિક વરસાદ.
  • દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ્સ ખોરવાઈ.
  • મુખ્ય હાઈવે પર પાણી ફરી વળ્યા.
  • લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં.
  • એરપોર્ટ, મૉલ અને ઑફિસો પણ જળબંબાકાર.

હાલ, દુબઈની તસવીરો અને વિડિયોઝ જોઈને સૌકોઈ પૂછી રહ્યા છે કે, આખરે શા માટે આટલો વરસાદ પડ્યો? દુબઈ જેવી જ સિચ્યુએશન ઓમાનની હતી. ઓમાનમાં ઓચિંતા પૂરના કારણે 20 જણનાં મોત નીપજ્યાં છે. જ્યારે UAEમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. UAEમાં બુધવારે લગભગ 300 ફ્લાઇટ્સને કેન્સલ કરવામાં આવી હતી અને બીજી સેંકડો ફ્લાઇટ્સને ડિલે કરવામાં આવી હતી. એરપોર્ટ પર સેંકડો પેસેન્જર્સ મુશ્કેલીમાં મુકાયા છે. દુબઈમાં પૂરની સ્થિતિ જોતા ઇન્ડિયન એમ્બસીએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. દુબઈમાં વરસાદની સિચ્યુએશન બાદ ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદની ખૂબ ચર્ચા થવા લાગી છે.

દુબઈ ડૂબ્યું

  • 15-16 એપ્રિલે ક્લાઉડ સીડિંગ.
  • અલ-એન એરપોર્ટ પરથી ઉડ્યાં હતાં વિમાન.
  • બે દિવસમાં આ વિમાનોએ સાત વખત ઉડાન ભરી.

આ ક્લાઉડ સીડિંગ પછી દુબઈ ડૂબ્યું એટલે આખી દુનિયા માનવા લાગી કે, ક્લાઉડ સીડિંગનું જ પરિણામ દુબઈ ભોગવી રહ્યું છે. આપણે એ હકીકતને પણ ધ્યાનમાં લેવી જોઈએ કે, UAEની આસપાસના દેશોમાં પણ વરસાદ પડ્યો છે. સૌથી પહેલાં તો એ સમજીએ કે, આખરે ક્લાઉડ સીડિંગ શું છે? ક્લાઉડ સીડિંગને કૃત્રિમ વરસાદ પણ કહેવામાં આવે છે. જેના માટે જુદી-જુદી રીત છે. ક્લાઉડ એટલે કે વાદળ, અને સીડિંગ એટલે કે બીજ રોપવું. આ સાંભળવું તમને અટપટું લાગી શકે છે. અમે સરળ શબ્દોમાં કહીએ તો વાદળોમાં વરસાદના બીજ રોપવાની પ્રક્રિયાને ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે.

કેવી રીતે પડે છે કૃત્રિમ વરસાદ?

  • ઍરક્રાફ્ટની મદદથી આકાશમાંથી સિલ્વર આયોડાઇડનો છંટકાવ.
  • સિલ્વર આયોડાઇડ આકાશમાં રહેલાં વાદળોના સંપર્કમાં આવે.
  • સિલ્વર આયોડાઇડ બરફ જેવું હોય.
  • સિલ્વર આયોડાઇડથી ભેજવાળાં વાદળોમાં પાણીનું પ્રમાણ વધી જાય.
  • વાસ્તવમાં પાણીની બાષ્પ જોડાય.
  • વાદળોમાં પાણીનું પ્રમાણ વધી જતાં વરસાદ થાય.
  • સિલ્વર આયોડાઇડ સિવાય પોટેશિયમ ક્લોરાઇડ.
  • સોડિયમ ક્લોરાઇડનો પણ ઉપયોગ.

દુનિયાભરના દેશો જુદાં-જુદાં કારણોસર જુદા-જુદા પ્રકારના ક્લાઉડ સીડિંગ ટેક્નિકનો ઉપયોગ કરતા રહે છે. હવે, અમે ક્લાઉડ સીડિંગની બીજી એક રીત.

કેવી રીતે પડે છે કૃત્રિમ વરસાદ?

  • વાદળોમાં ફેરફાર કરવા માટે ડ્રોન્સનો ઉપયોગ.
  • વાદળોને અપાય ઇલેક્ટ્રિક શૉક.
  • પદ્ધતિને ઇલેક્ટ્રિકલ ક્લાઉડ સીડિંગ કહેવાય.
  • વીજળીનો કરંટ વાદળમાં પાણીના ટીપાંને જોડે.
  • આ ટીપાં એકબીજા સાથે જોડાયને મોટાં ટીપાં બને.
  • વાદળનો ભાર વધી જાય અને વરસાદ પડે.
  • અન્ય રીતની સરખામણીમાં ઇલેક્ટ્રિકલ ક્લાઉડ સીડિંગનો ઓછો ખર્ચ.
  • અન્ય રીતની સરખામણીમાં ઇલેક્ટ્રિકલ ક્લાઉડ સીડિંગ અસરકારક.
  • ઇલેક્ટ્રિકલ ક્લાઉડ સીડિંગથી વીજળીના તોફાનની શક્યતા.

દુનિયાભરના દેશો કૃત્રિમ વરસાદનો સહારો લેતા રહે છે. જેમાં આપણું ભારત પણ સામેલ છે.

કૃત્રિમ વરસાદનો સહારો

  • 50થી વધુ દેશોએ ક્લાઉડ સીડિંગ અજમાવ્યું.
  • ઑસ્ટ્રેલિયા, જાપાન, ચીન, અમેરિકા અને રશિયા સામેલ.
  • સૌથી વધુ ઉપયોગ કરી રહ્યું છે ચીન.
  • 1984માં ભારતમાં પહેલી વખત કૃત્રિમ વરસાદ.
  • તામિલનાડુમાં ભયાનક દુષ્કાળના કારણે કૃત્રિમ વરસાદ પડાયો.
  • કર્ણાટકમાં 2003 અને 2004માં પણ પ્રયોગ.

ક્લાઉડ સીડિંગની પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે દુનિયાભરના દેશો સતત એક્સપેરિમેન્ટ્સ કરતા રહે છે. દુષ્કાળની સ્થિતિમાં ક્લાઉડ સીડિંગથી રાહત મળે છે. જોકે, એના અનેક જોખમો પણ છે. ક્લાઉડ સીડિંગની એક અસર આપણે દુબઈમાં જોઈ.

મુશ્કેલીઓનો વરસાદ

  • ક્લાઉડ સીડિંગના કારણે ભારે વરસાદ પડી શકે.
  • કેમિકલ્સના કારણે પર્યાવરણને નુકસાન થઈ શકે.
  • ઓઝોન લેયરને સીધી અસર થાય.
  • કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે.

આ સાઇડ ઇફેક્ટ્સને સદંતર અવગણીને દુનિયાના અનેક દેશો કૃત્રિમ વરસાદ કરતા રહે છે. આખરે શા માટે કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે એનાં કારણો પણ જાણવાં જરૂરી છે.

શા માટે કૃત્રિમ વરસાદ?

  • જંગલમાં આગ લાગી હોય ત્યારે કૃત્રિમ વરસાદ.
  • દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હોય.
  • અસહ્ય ગરમી કે હીટવેવની સ્થિતિ.
  • પ્રદૂષણને ઘટાડવા માટે.

ઇઝરાયલ નિયમિત રીતે કૃત્રિમ વરસાદ કરાવે છે. કેમ કે, ત્યાં કુદરતી વરસાદ ખૂબ ઓછો પડે છે. વાસ્તવમાં દુબઈની વાત છે તો બે ફેક્ટર્સ જોડાઈ ગયા હોવાનું જણાઈ રહ્યું છે. જેના લીધે દુબઈવાસીઓની મુશ્કેલીઓ વધી ગઈ. એક તો કૃત્રિમ વરસાદ અને એવા જ સમયે પર્શિયન ગલ્ફમાં બેક ટુ બેક જોરદાર તોફાન આવ્યું. જેના કારણે પણ વરસાદ પડ્યો. ક્લાઇમેટ ચેન્જની અસરો વિશે જાણવું પણ જરૂરી છે.

ક્લાઇમેટ ચેન્જની અસરો

  • UAEની પાસે લગભગ 1300 કિલોમીટરનો દરિયાકાંઠો.
  • દરિયાના પાણીના તાપમાનમાં વધારો.
  • UAEના કેટલાક વિસ્તારમાં પૂર જ્યારે કેટલીક જગ્યાએ દુષ્કાળ.

માણસોએ હવા, જળ અને જમીનને પ્રદૂષિત કરી. જેના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ. પ્રદૂષણ વધવાના કારણે દરિયાના પાણીના તાપમાનમાં પણ ભારે ફેરફારો થવા લાગ્યા. જેના કારણે અલ નિનો અને લા નીનાની ઘટનાઓ બની. જેના લીધે પૃથ્વી પર કોઈ દેશ ભયાનક દુષ્કાળનો સામનો કરી રહ્યો છે તો કોઈ દેશ ભયાનક પૂરનો સામનો કરી રહ્યો છે. આપણા ગુજરાતમાં પણ એપ્રિલના મહિનામાં વરસાદ પડ્યો છે. જેની દસ વર્ષ પહેલાં કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. આપણા રાજ્યમાં પણ કમોસમી વરસાદ પડવાનું પ્રમાણ વધ્યું છે. જેની સીધી અસર ખેતી પર થાય છે. ખેતીના પાકોને નુકસાન થાય તો સ્વાભાવિક રીતે ખેતપેદાશોની કિંમતો વધે. જેના લીધે દરેકનાં ખિસ્સાં પર સીધી અસર થાય. સૌથી પહેલાં આપણે ધરતીને પ્રદૂષિત કરી, જેના લીધે દુષ્કાળની સમસ્યા સર્જાઈ તો કૃત્રિમ વરસાદ પાડ્યો. જોકે, કૃત્રિમ વરસાદથી પણ આપણી ધરતી વધુ પ્રદૂષિત થઈ રહી છે. આ એક ખરાબ સાઇકલ છે. જેની અસરોને તોડવા માટે આપણે પ્રદૂષણ ઘટે એ દિશામાં પ્રયાસો કરવા જોઈએ. હજી પણ આપણી પાસે આપણી મધર પ્લેનેટને બચાવવા માટે સમય છે.