May 2, 2024

વેજલપુરમાં અમિત શાહનો શંખનાદ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Amit Shah in Vejalpur: લોકસભા ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે. ત્યારે અમિત શાહે તેમના મતવિસ્તાર ગાંધીનગર સહિત 6 વિધાનસભા બેઠકમાં પ્રચારના શ્રીગણેશ કર્યા છે. સાણંદથી તેમણે રોડશોની શરૂઆત કરી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અમિત શાહ શુક્રવારે (19 એપ્રિલ)ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલાં તેમણે ગુરૂવારે (18 એપ્રિલ)ના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ APMC સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણીપ્રચાર શરૂ કર્યો હતો. અમિત શાહે સાબરમતી વિધાનસભાના રાણીપ શાકમાર્કેટથી બીજો રોડ શો, ઘાટલોડિયા વિધાનસભાના વિસ્તારમાં ત્રીજો રોડ શો, નારણપુરા વિધાનસભા વિસ્તારમાં ચોથો રોડ શો અને વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ સભા સ્થળે પહોંચી લોકોને સંબોધન કર્યું હતું. અમિત શાહ આજે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર અને સભા સંબોધન બાદ આવતી કાલે ગાંધીનગર લોકસભા બેઠક માટે પોતાની ઉમેદવારી નોંધાવશે.

નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પોતાના સંબોધનની શરૂઆત ‘ભારત માતા કી જય’થી કરી હતી. અમિત શાહે સંબોધનમાં કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા અને દેશની જનતાએ 10 વર્ષ શાસન કરવા માટે આપ્યા છે. વધુમાં આંતવાદ, નક્સલવાદ, કલમ 370, રામમંદિર, ત્રિપ્પલ તલાક, UCC, હિંદુ, બૌધ્ધ ધર્મ, જૈન, CAA જેવા મુદ્દાઓ સાથે સાથે અમિત શાહે કહ્યું કે નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. વધુમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, એક સમયમાં સોનિયા-મનમોહનની સરકાર હતી ત્યારે પાકિસ્તાનમાંથી આલિયા-માલિયા-જમાલિયા ભારતમાં ઘૂસી જતા હતા. વધુમાં તેમણે ઉમેર્યું કે તમે બધાએ ગુજરાતમાંથી 26માંથી 26 સીટો આપી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. વધુમાં તેમણે કહ્યું કે આ મનમોહનની સરકાર નથી આ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છે 10 દિવસમાં પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે.

‘ભારતનું અર્થતંત્ર દુનિયામાં ત્રીજા નંબરે થઇ જશે’
સંબોધનમાં શાહે કહ્યું કે, 11માં નંબરે આપણું અર્થતંત્ર હતું નરેન્દ્રભાઇએ જોતજોતામાં 11માં નંબરથી 5માં નંબર પર લાવવાનું કામ કર્યું છે. વધુમાં તેમણે કહ્યું કે વેજલપુરના યુવાનો જોર લગાવો ત્રીજીવાર નરેન્દ્ર મોદી ֥‘મોદીની ગેરંટી’ છે કે, ભારતનું અર્થતંત્ર દુનિયામાં ત્રીજા નંબરે થઇ જશે. 80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, શૌચાલય, લાઇટ અને વીમો આપ્યો છે. નરેન્દ્રભાઇએ ભારતની જનતાને ભારતને નંબર 1 દેશ બનાવવાનું વચન આપ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, મોદીસાહેબના હાથ મજબૂત કરવાના છે. ગુજરાતની 26 સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની ઝોળીમાં નાખવાની છે. વધુમાં ઉમેર્યું કે 7મી તારીખે મતદાન છે ત્યારે ભયંકર ગરમી હશે તેટલા માતા બહેનોને કહેજો સાવારે 10:30 વાગે મતદાન કરજો. વધુમાં તેમણે કહ્યું કે તમારા બધાના આર્શિવાદથી કાલે હું 12 લાગે ફોર્મ ભરવા જવાનો છું અને તમારા આર્શિવાદ માગવા આવ્યો છું.