May 2, 2024

WhatsAppમાં આવી રહ્યું છે જોરદાર ફીચર!

અમદાવાદ: WhatsAppમાં નવા નવા અપડેટ આવી રહ્યા છે. જેમાં ફરી એક વાર એક નવું અપડેટ આવી રહ્યું છે. જેમાં WhatsApp વાપરવાની લોકોને વધુ મજા આવશે. આ ફીચર પર છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે. જે હવે આવી ગયું છે. જાણો એવું કયું ફીચર આવી રહ્યું છે.

આ આવી રહ્યું છે ફીચર
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં લોકો ઓડિયો, વીડિયો આ સાથે તમામ મહત્વની ફાઈલ શેર કરતા હોય છે. વોટ્સએપ પર લોકોને વધુને વધુ સુવિધા આપે તેવું વિચારીને તમામ અપડેટ લાવતું રહે છે. એક રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર ટૂંક સમયમાં યુઝર્સને તેમના સ્ટેટસ અપડેટ્સ સીધા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવાની મંજૂરી આપવા જઈ રહ્યી રહી છે. ચાલો જાણીએ કે કયારે આવી રહ્યું છે અને કેવી રીતે કરશે કામ.

આ પણ વાંચો: જાણો WhatsApp પ્રતિબંધિત એકાઉન્ટને કેવી રીતે ચાલુ કરવું

અપડેટ્સમાં સામેલ
WABetaInfoમાં આપેલી માહિતી અનુસાર નવી વૈકલ્પિક સુવિધા પર કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ સરળતાથી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના WhatsApp સ્ટેટસને સરળતાથી શેર કરી શકશે. જેના કારણે તમારે વધારે મગજમારી નહીં કરવી પડે અને તમે સરળતાથી તમે શેર કરી શકશો. આ ફીચરના ઉપયોગ માટે તમારે તેને એક્ટિવેટ અને અનુમતી આપવાની રહેશે.

આ સુવિધાનો લાભ
મહત્વની વાત એ છે કે આ રીતે શેર કરવાનું તમે બંધ પણ કરી શકો છે. તમે સેટિંગ્સ દ્વારા Instagram પર શેર કરેલી તમારી સામગ્રી કોણ જોઈ શકે તે પણ નિયંત્રિત અને સુરક્ષા માટે તમે અમુક લોકો જોઈ શકે તે માટે પણ કરી શકો છો. મહત્વની વાત એ છે કે યુઝર્સને હવે બે અલગ-અલગ જગ્યાએ સ્ટેટસ પોસ્ટ કરવાની જરૂર રહેશે નહીં. તેઓ એકસાથે બંને જગ્યાએ શેર કરી શકશે. વોટ્સએપે નવા નવા અપડેટ પર કામ કરી રહ્યું છે. તો બીજી બાજૂ રતમાં 76 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દુરુપયોગ રોકવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.