May 4, 2024

ગૂગલ ક્રોમનો આવ્યો નવો લુક!

અમદાવાદ: દરેક સ્માર્ટફોનમાં કંઈપણ સર્ચ કરવા માટે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટરમાં પણ મોટા ભાગના લોકો સર્ચ માટે ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય છે. ક્રોમ બ્રાઉઝરમાં યુઝર્સને તમામ પ્રકારની સુવિધા મળી રહી છે. આ એવી સુવિધાઓ મળી રહી છે જેના કારણે યુઝર્સને સરળતાથી તમામ વસ્તુઓ મળી રહે. આવી સ્થિતિમાં હવે ગૂગલે તેને નવી સ્ટાઈલમાં લુક આપ્યો છે.

ગૂગલ ક્રોમનો નવો લુક
યૂઝર્સને મોટાભાગની સુવિધાઓ ક્રોમ મેનૂમાં જ મળી રહેશે. સાઇડ પેનલ બટનની જગ્યાએ એક ચોરસ આઇકન હવેથી તમને જોવા મળશે. અગાઉ, સાઇડ પેનલ બટન પર જઈને ડ્રોપડાઉન મેનૂ દ્વારા બુકમાર્ક્સ જેવા ઓપશન તમને મળી મળતા હતા. તમને હવે આપમેળે ઇતિહાસ, વાંચન સૂચિ, બુકમાર્ક્સ અને શોધની એક્સેસ મળી રહેશે. આ રીતે આજના ક્રોમ એક્સ્ટેંશન સેટઅપને વધુ સરળ રીતે એક્સેસ કરી શકાય છે.

આ પણ વાંચો: WhatsAppમાં આવી રહ્યું છે જોરદાર ફીચર!

નવા દેખાવમાં નવી સુવિધાઓ
જો યુઝર્સ બુકમાર્ક્સ અને રીડિંગ લિસ્ટને એક્સેસ કરવા માગે છે, તો તેમણે ત્રણ ડોટ મેનૂ પર જવાનું રહેશે. વાંચન મોડને પૃષ્ઠ પર રાઇટ ક્લિક કરીને શરૂ કરી શકાશે. વર્ષ 2022માં સાઇડ પેનલ બટનને Google લેન્સ સાથે જોડવામાં આવ્યું છે. આવું કરવાથી તેની ક્ષમતામાં વધારો થયો હતો. ક્રોમના નવું અપડેટ આવતાની સાથે સાઇડ પેનલ બટન દૂર કરી દેવામાં આવ્યું હતું. એક માહિતી અનુસાર ગૂગલ એક્સટેન્શન મેનૂમાં ફ્લેગ ઓન કરવા માટે એક નવું ટોગલ આપવામાં આવશે. એક્સ્ટેંશનને એક જ ક્લિકથી બંધ કરી શકાશે. તમે મેનૂમાં એક્સટેન્શન ચલાવો છો તો તે વધુ ચોક્કસ નિયંત્રણ પ્રદાન કરશે. આ ટોગલ પિન આઇકનને બદલી શકે છે.