October 6, 2024

આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર? વરસાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી

સિધ્ધાર્થ બુધ્ધદેવ, પોરબંદરઃ સરકાર દ્વારા ગરીબ લોકોને રહેવા માટે સારું ઘર મળી રહે. બીએસયુપી યોજના મકાન આપવામાં આવેલા છે. જેમાં પોરબંદરના બોખીરા વિસ્તારમાં બનાવાયેલી આવાસ યોજનામાં વધુ એક ફ્લેટમાં ગઈકાલે વહેલી સવારે એક મકાનનો સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જો કે, સદનશીબે આ સમયે મહિલા બાથરૂમમાં હોવાથી કોઈ ઈજા થઈ ન હતી.

પોરબંદરના બોખીરા વિસ્તારમાં બીએસયુપી યોજના હેઠળ શહેરી ગરીબો માટે 2448 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 2200થી વધુ આવાસની ડ્રો કરી ફાળવણી પણ કરી છે. જેમ મોટાભાગના લોકો અહીં રહેવા પણ આવી ગયા છે. પરંતુ આ આવાસ કે યોજનાના મકાન બનવાના શરુ થયા છે ત્યારથી જ તેના નબળા કામને લઈને વિવાદમાં રહ્યા છે અને અવારનવાર આ બનાવેલા આવાસના બ્લોકમાં સ્લેબમાંથી પોપડા ખરવાના બનાવ પણ બનતા રહે છે. ત્યારે ગઈકાલે સવારે આવાસ યોજનાના બિલ્ડિંગ નં-46ના 2 બ્લોક નં 47મા રહેતા અને બંદર વિસ્તારમાં પાનનો વ્યવસાય કરતા મનોજભાઈ જુંગીના ફ્લેટમાં વહેલી અચાનક જ સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. સદભાગ્યે તેમના પત્નીને અષાઢી બીજની શોભાયાત્રામાં જવાનું હોવાથી વહેલા ઊઠ્યા હતા અને બાથરૂમમાં હતા ત્યારે સ્લેબ ધરાશાયી થતા તેઓને કોઈ ઈજા થઈ ન હતી.

અહીંયાં આવેલા 2248 બ્લોકમાંથી મોટાભાગે ફાળવવામાં આવેલા બ્લોકમાં માણસો રહેવા આવી ગયા છે. ત્યારે સ્થાનિકોએ અનેક સમસ્યા જણાવી છે. તેમાં બાંધકામ નબળું હોવા ઉપરાંત સાફ સફાઈ અને પાણીની સમસ્યા પણ છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વાલી તરીકે અહીં તપાસ કરી જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવવામાં આવે. આ યોજના હેઠળ 220 જેટલા ફ્લેટનું હજુ લોકાર્પણ થયું નથી તે પહેલાં જ જર્જરિત થયા છે. ચોમાસામાં ઉપરના માળે આવેલા અનેક ફ્લેટમાં પાણી પડે છે અને દીવાલોમાં ઠેરઠેર તિરાડો પડી ગઈ છે. આ બાબતે પાલિકા પ્રમુખને પૂછતા જણાવ્યું હતું કે, આ બાબતે જાણ થતાં જ કોન્ટ્રાકટરને સૂચના આપવામાં આવી છે અને વહેલી તકે રિપેરિગ કરી આપવા માટે જણાવ્યું છે.