January 22, 2025

ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ, મેળાવડા પર બે મહિના માટે પ્રતિબંધ લાદી દીધો

Police In Islamabad: પાકિસ્તાન સરકારના આદેશ પર પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના પ્રદર્શનને લઈને કડક પગલાં લીધા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં પાંચ કે તેથી વધુ લોકોના તમામ મેળાવડા પર બે મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલાને કારણે ઈમરાન ખાનના સમર્થકોનું પ્રદર્શન ઠપ થઈ શકે છે.

આ પણ વાંચો: પાયલોટ ફ્લાઈટને જયપુરમાં છોડીને ભાગી ગયો, 9 કલાક મુસાફરો થયા હેરાન

એક વર્ષથી વધુ સમયથી જેલમાં
એક વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ ઈમરાન ખાનને મુક્ત કરવા માટે દબાણ કરવામાં આવે તે માટે કે 24 નવેમ્બરે ઈસ્લામાબાદમાં એક પ્રદર્શન કરવામાં આવશે. આ પછી સરકારે ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરી દીધી છે. જેના કારણે 5 લોકો કે તેનાથી વધારે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. વિવિધ સૂચનાઓ પ્રમાણે કલમ 144 લાગુ કરાઈ છે. પાંચ કે તેથી વધુ લોકોના જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.