May 4, 2024

PM મોદીની ગરીબો માટે મોટી જાહેરાત, રાજમાતા અમૃતા રોયને કર્યો ફોન

કોલકાતાઃ આગામી લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ રાજમાતા અમૃતા રોય સાથે ફોન પર વાત કરી હતી. તેમણે રાજમાતા અમૃતા રોયને ફોન કરીને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ED દ્વારા જપ્ત કરવામાં આવેલા પૈસા એ ગરીબ લોકોને આપવામાં આવશે જેમની પાસેથી તે લૂંટવામાં આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ગરીબો પાસેથી જે પણ પૈસા લૂંટવામાં આવ્યા છે તે તેમની પાસે પાછા આવે. આ માટે તેઓ કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છે. PMએ કહ્યું કે, એક તરફ ભાજપ દેશમાંથી ભ્રષ્ટાચારને જડમૂળથી ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે અને બીજી તરફ બધા ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવા માટે ભેગા થયા છે. પીએમએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, પશ્ચિમ બંગાળ રાજ્યમાં પરિવર્તન માટે મતદાન કરશે

ભાજપે રવિવારે લોકસભા ચૂંટણીની પાંચમી યાદી જાહેર કરતી વખતે પશ્ચિમ બંગાળના રાજમાતા અમૃતા રોયને કૃષ્ણા નગરથી ઉમેદવાર બનાવ્યા છે. તે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) ના મહુઆ મોઈત્રા સામે ટકરાશે. અમૃતા રોય પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમને ત્યાંના શાહી મહેલની રાજમાતા પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: PM મોદીએ સંદેશખાલીની પીડિતા સાથે વાત કરી, કહ્યું – તમે શક્તિ સ્વરૂપા છો

પીએમ મોદીએ વિરોધ પક્ષોને ફટકાર લગાવી
પીએમ મોદી સાથે વાત કરતા રાજમાતાએ કહ્યું કે બંગાળમાં લોકો તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીંના લોકો અમને દેશદ્રોહી કહી રહ્યા છે. તેઓ આક્ષેપ કર્યો છે કે અમે બ્રિટિશ લોકોને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત રાજમાતાએ કહ્યું કે આપણા પૂર્વજોએ સનાતન ધર્મની રક્ષા માટે આવું પગલું ભર્યું હતું. નહીંતર આજના સમયમાં આપણો પહેરવેશ અને લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ હોત. આપણા પૂર્વજોએ લોકોના કલ્યાણ માટે ઘણી જમીન દાનમાં આપી હતી.

વિરોધ પક્ષોને આ બધી બાબતો દેખાતી નથી. તેના પર પીએમ મોદીએ જવાબ આપ્યો કે આજે બંગાળમાં પાર્ટીઓ વોટ બેંકની રાજનીતિ કરે છે. આ માટે તેઓ અનેક પાયાવિહોણા આક્ષેપો કરશે અને 300 થી 200 વર્ષ પહેલા બનેલી ઘટનાઓના દાખલા આપીને બદનામ કરવાનો પ્રયાસ કરશે. આ રીતે તે વર્તમાન પાપને ધોવાનો પ્રયત્ન કરશે.