November 6, 2024

યુક્રેન મુલાકાતે PM મોદી, રશિયન-અમેરિકન મીડિયામાં ચર્ચાનું બજાર ગરમાયું

PM Modi Ukraine Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટના રોજ શુક્રવારે યુક્રેન પહોંચ્યા છે. ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. રશિયા-યુક્રેન યુદ્ધને જોતાં પીએમ મોદીની આ મુલાકાત (PM Modi Ukraine Visit) ખૂબ જ મહત્વની માનવામાં આવે છે કારણ કે તેઓ એક મહિના પહેલા જ રશિયાની મુલાકાતે ગયા હતા. પીએમ મોદીના યુક્રેન પ્રવાસ પર રશિયન મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

રશિયાની સરકારી મીડિયાના અહેવાલમાં કે ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિવ અને મોસ્કો વચ્ચેની વાતચીતના ઇચ્છુક છે પરંતુ તેઓ સંઘર્ષને સમાપ્ત કરવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ નહીં કરે.’

PM Modi Ukraine Visit

રશિયન ન્યૂઝ ચેનલે આગળ લખ્યું, ‘ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહી શરૂ થઈ ત્યારથી ભારતે હંમેશા વાતચીત અને કૂટનીતિ પર ભાર મૂક્યો છે. જો કે, અત્યાર સુધી તેણે કોઈ શાંતિ યોજના રજૂ કરી નથી. મોદીએ સંઘર્ષ સમાપ્ત કરવા માટે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવવાનો કથિત રીતે ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો: NASA અને ISROનું ફુલ ફોર્મ શું છે? નેશનલ સ્પેસ ડે પર જાણો રસપ્રદ સવાલોના જવાબો

રશિયન ચેનલે વધુમાં લખ્યું કે, જો કે, PM મોદી યુક્રેનમાં સુરક્ષાના કારણોસર માત્ર અમુક કલાકો જ રોકાશે. જૂનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની શાંતિ સમિટમાં ભાગ લેનારા દેશોમાં ભારત પણ સામેલ હતું, પરંતુ ભારતે અંતિમ ઘોષણા પર હસ્તાક્ષર કર્યા ન હતા.

રશિયન ટીવી ચેનલના અહેવાલમાં પીએમ મોદીના યુક્રેનમાં કેટલાક કલાકો રોકાયાનો ઉલ્લેખ કરતા એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે જ્યારે પીએમ મોદી રશિયા આવ્યા ત્યારે તેમણે કલાકો સુધી રશિયન રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી હતી. રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીતમાં, જે કેટલાંક કલાકો સુધી ચાલી હતી, મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંઘર્ષને યુદ્ધના મેદાનમાં ઉકેલી શકાય નહીં.’

રશિયન ન્યૂઝ એજન્સીએ પણ પીએમ મોદીના યુક્રેન પ્રવાસ અંગે અનેક અહેવાલો પ્રકાશિત કર્યા છે. અખબારે લખ્યું છે કે ભારતીય વડાપ્રધાન તેમની યુક્રેનની મુલાકાત દરમિયાન યુક્રેન સંઘર્ષ અંગે ચર્ચા કરશે. નાયબ વિદેશ મંત્રી તન્મય લાલને ટાંકીને ન્યૂઝ એજન્સીએ લખ્યું કે ભારત સંઘર્ષમાં સામેલ તમામ પક્ષો સાથે વાતચીત ચાલુ રાખશે.

અખબારે લખ્યું છે કે, ‘નાયબ વિદેશ મંત્રી તન્મય લાલે પીએમ મોદીની યુક્રેનની મુલાકાતની જાહેરાત કરતી વખતે જુલાઈમાં પીએમ મોદીની રશિયાની મુલાકાતને પણ યાદ કરી હતી.’

અમેરિકન મીડિયાએ શું કહ્યું?
પીએમ મોદીની યુક્રેનની મુલાકાત પર અમેરિકન ન્યૂઝ નેટવર્કે લખ્યું છે કે મોસ્કોમાં પુતિનને ગળે મળવા બદલ યુક્રેને ભારતીય પીએમની નિંદા કરી હતી અને હવે તેઓ થોડા અઠવાડિયા બાદ યુક્રેનની મુલાકાત લેશે.

અખબારે લખ્યું છે કે પીએમ મોદીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનિયન સૈનિકો રશિયન ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યા છે.

યુક્રેનિયન સૈનિકો રશિયાના કુર્સ્ક વિસ્તારમાં બે અઠવાડિયાથી વધુ સમયથી હાજર છે. જોકે, યુક્રેનનું કહેવું છે કે યુક્રેનને રશિયા પર કબજો કરવામાં રસ નથી પરંતુ આ કાર્યવાહીનો હેતુ રશિયાને ચર્ચાના ટેબલ પર લાવવાનો છે.