May 3, 2024

PM મોદીએ ‘મહતરી વંદન યોજના’ હેઠળ 70 લાખ મહિલાઓને 655 કરોડ રૂપિયા આપ્યા

Mahtari Vandan Scheme : પીએમ મોદી દ્વારા ‘મહતરી વંદન યોજના’ (Mahtari Vandan Scheme) નો પ્રથમ હપ્તો આજે બહાર પાડવામાં આવ્યો હતો. આ યોજના માટે પીએમ નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયેલા હતા. PM મોદીએ વર્ચ્યુઅલ રીતે 70 લાખ મહિલાઓના ખાતામાં 655 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ֹ‘મહતરી વંદન યોજના’ હેઠળ હવે દર મહિને 1 હજાર રૂપિયા માતાઓ અને બહેનોના ખાતામાં કોઈપણ મુશ્કેલી વિના જમા થશે.

વિડીયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ કહ્યું કે હું ગેરંટી આપું છું, જ્યારે માતાઓ અને બહેનોનું સશક્તિકરણ થશે, ત્યારે આખો દેશ મજબૂત બનશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે અમારી પ્રાથમિકતા માતાઓ અને બહેનોનું કલ્યાણ છે. આવતીકાલે અમારી સરકાર ‘નમો ડ્રોન યોજના’ હેઠળ મહિલાઓને પણ ડ્રોન આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય, મંત્રી લક્ષ્મી રાજવાડે, મંત્રી બૃજમોહન અગ્રવાલ, રામવિચાર નેતામ, રાજેશ મુનાત સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

કોણ લાભ લઈ શકે છે
‘મહતરી વંદન યોજના’નો લાભ મેળવવા માટે મહિલાએ છત્તીસગઢની રહેવાસી હોવી ફરજિયાત છે. લાભાર્થી મહિલાઓના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. મહિલાઓની ઉંમર 23 થી 60 વર્ષની અંદર હોવી જોઈએ.

યોજનાનો ઉદ્દેશ્ય
મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયની કેબિનેટે છત્તીસગઢમાં ‘મહતરી વંદન યોજના’ને મંજૂરી આપી છે. આ યોજનાનો લાભ રાજ્યની પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલી અને ત્યજી દેવાયેલી મહિલાઓને મળશે. પરિવારની નાણાકીય આવક વાર્ષિક રૂ. 2.5 લાખથી ઓછી હશે તો આ યોજનામાં ભાગ લઇ શકશે. આ યોજનાનો લાભ પરિણીત 21 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને લાભ મળશે. સરકાર તરફથી એક હજાર રૂપિયા મળવા પણ તેમના આર્થિક વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે. મહિલાઓ માટેની આ યોજનાના લાભોથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જો મહિલાઓ થોડા પૈસા બચાવી શકે છે તો તેઓ તેનો ભવિષ્ય માટે ઉપયોગ કરી શકશે.