November 5, 2024

‘રાજદ્વારીઓને ડરાવવાના પ્રયાસો ભયાનક’, કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની PM મોદીએ કરી નિંદા

Canada Hindu Temple Attack: કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાની પીએેમ મોદીએ ટિકા કરી છે. ભારતના PM નરેન્દ્ર મોદી કેનેડામાં હિન્દુ મંદિરો પરના હુમલાને સહન નહીં કરે. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું છે, કેનેડામાં હિંદુ મંદિર પર ઇરાદાપૂર્વકના હુમલાની હું સખત નિંદા કરું છું. આમારા રાજદ્વારીઓને ડરાવવાના કાયર પ્રયાસો પણ એટલા જ ભયાનક છે. હિંસાના આવા કૃત્યો ભારતના સંકલ્પને ક્યારેય નબળો પાડશે નહીં. “અમે ન્યાય સુનિશ્ચિત કરવા અને કાયદાના શાસનને જાળવી રાખવા માટે કેનેડા સરકાર તરફ ધ્યાન આપીએ છીએ.”

નોંધનીય છે કે, પીએમ મોદીની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે સતત બીજા દિવસે ખાલિસ્તાન સમર્થકોએ કેનેડામાં એક હિંદુ મંદિર પર હુમલો કર્યો અને ત્યાં મંદિરમાં હાજર હિંદુઓને ઘાયલ કર્યા. પીડિતોનો આરોપ છે કે હુમલાના બીજા દિવસે મંદિર પરિસરમાં અને તેની આસપાસ પોલીસ હાજર હતી, પરંતુ તે પછી પણ તેના પર હુમલો થયો હતો.

ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તબાહી મચાવી હતી
કેનેડાના બ્રેમ્પટન સ્થિત હિન્દુ સભા મંદિરમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. ખાલિસ્તાની મંદિર પરિસરમાં ઘૂસી ગયા અને ત્યાંના લોકોને લાકડીઓ વડે માર પણ માર્યો. આ ઘટના બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં વધુ તણાવ આવવાની શક્યતા છે. હવે આ ઘટના બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પણ બેકફૂટ પર છે. જસ્ટિન ટ્રુડોએ આ સમગ્ર ઘટના પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.

ટ્રુડોએ શું કહ્યું?
બ્રેમ્પટનના હિંદુ મંદિર પર થયેલા હુમલા અને ત્યાં લોકોને માર મારવા અંગે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે બ્રેમ્પટનના હિંદુ સભા મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. ટ્રુડોએ કહ્યું છે કે કેનેડામાં દરેક વ્યક્તિને મુક્તપણે અને સુરક્ષિત રીતે તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. જસ્ટિન ટ્રુડોએ સમુદાયની સુરક્ષા કરવા અને આ ઘટનાની તપાસમાં ઝડપથી પ્રતિક્રિયા આપવા બદલ પીલ પ્રાદેશિક પોલીસનો વધુ આભાર માન્યો.