Gujaratમાં રહેતા લાખો પેઈંગ ગેસ્ટ માટે મોટા સમાચાર, વાલીઓને પણ થશે ફાયદો
Paying Guest Registration: ગુજરાતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ નોકરી કે પછી ધંધો અથવા ભણવા આવે છે. ત્યારે હવે ગુજરાતમાં રહેતા લાખો પેઈંગ ગેસ્ટ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ સહિતનાં ગુજરાતભરનાં શહેરોમાં પેઇંગ ગેસ્ટ (PG) તરીકે રહેતાં લાખો નોકરિયાતોની સાથે વિદ્યાર્થીઓનો રેકોર્ડ હવે પથિક એપ્લિકેશનમાં નોંધાશે.
વિગતો આપવા આદેશ
ગુજરાતમાં તમામ શહેરોમાં પોલીસે પેઈંગ ગેસ્ટ અને ડૉર્મિટરી ચલાવનાર સાથે બેઠક કરવામાં આવશે. બેઠકનું આયોજન કર્યા પછી તમામ પેઈંગ ગેસ્ટની વિગતો આપવા આદેશ આપી દેવામાં આવશે. આ સાથે હોમ સ્ટે કરનારાની વિગતો પણ પોલીસને ફરિજ્યાત આપવાની રહેશે. મહત્વની વાત એ છે કે મોટી સંખ્યામાં લોકો ગુજરાતમાં પેઈંગ ગેસ્ટમાં રહે છે. તેમાં પણ ખાલી અમદાવાદમાં જ 1 લાખથી વધુ લોકો પીજીમાં રહે છે.
પોલીસ પાસે અપડેટ
એક અંદાજ મુજબ માત્ર અમદાવાદમાં જ 1 લાખથી પણ વધુ લોકો પેઈંગ ગેસ્ટમાં રહે છે. આખા ગુજરાતની વાત કરવામાં આવે તો 5 લાખથી વધુ લોકો પેઈંગ ગેસ્ટમાં રહે છે. હવે આ તમામ લોકોનો ડેટા પોલીસ રાખશે. પોલીસના સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે અષાઢી બીજ આવી રહી છે અને અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. બહારના નોકરીયાત કે વિદ્યાર્થીઓ આ રથ યાત્રામાં કોઈ અટકચાળું ના કરે તે માટે આ પોલીસે નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: Gujaratમાં છેલ્લા 6 વર્ષમાં 13 મોટી દુર્ઘટના, જવાબદાર કોણ?
ચિંતાનું કારણ
અમદાવાદમાં શ્રીલંકાથી આવેલા આતંકવાદીઓ એરપોર્ટથી પકડાયા હતા. જેને લઈને પોલીસે પણ સતર્ક થઈ ગઈ છે. દેશવિરોધી લોકો ગમે ત્યાં રોકાણ કરી શકે છે. જો પોલીસ પાસે તેના ડેટા નહીં હોય તો કેવી રીતે તેમના સુધી પહોંચવું અને બીજી વાત પોલીસ પણ પહોંચી જાય પરંતુ તેમને શોધવામાં સમય વધારે જશે. જો ડેટા તૈયાર હોય અને કોઈ પણ આવો બનાવ બને છે, તો તરત પોલીસ આવા લોકોને શોધવામાં સરળતા રહેશે. મહત્વની વાત એ છે કે આ ડેટા બેઝના આધારે પોતાનાં સંતાનો ક્યાં રહે છે એ પણ તેમના માતા-પિતા આ એપ થકી જાણી શકશે.