May 4, 2024

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના ચોથા ક્વાર્ટરનું પરિણામ, જાણો શું હશે સ્થિતિ

અમદાવાદ: દેશની સૌથી મોટ કંપની અને એશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ચૌથી ત્રિમાસિકના પરિણામો આવવાના છે. આ પરિણામોની અસર કંપનીના શેર પર જોઈ શકાય છે. ગત અઠવાડિયે બજારના છેલ્લા દિવસે રિલાઈન્સના શેરમાં સામાન્ય તેજીની સાથે લીલા નિશાન સાથે ક્લોઝ થયું છે.

બજાર વિશ્લેષકોનો અંદાજ
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સના ચોથા ક્વાર્ટરના પરિણામો રજૂ થવાના છે. બજારના નિષ્ણાતોના અંદાજ મુજબ રિટેલ સેક્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું પ્રદર્શન માર્ચ ક્વાર્ટર માટે સારું રહી શકે છે. રિફાઇનિંગ માર્જિનમાં સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ પેટ્રોકેમિકલ ડિવિઝન દબાણ હેઠળ હોવાનું જણાય છે.

તેલથી લઈને ટેલિકોમ ક્ષેત્રોમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 10.7 ટકા ઘટીને રૂ. 17,230 કરોડ થવાની ધારણા છે. બીજી તરફ, પીએલનું વેચાણ વાર્ષિક ધોરણે 13.7 ટકા વધીને રૂ. 2,42,020 કરોડ થયું છે. માર્જિન વાર્ષિક ધોરણે 18.1 ટકાથી 50 બેસિસ પોઈન્ટ ઘટીને 17.6 ટકા થયું હોવાનું જણાય છે.

આ પણ વાંચો: બાંસવાડામાં ગર્જ્યા PM મોદી, કહ્યું- દેશમાં એક જ વાત, 4 જૂને 400ને પાર

ગયા અઠવાડિયે RIL શેરની સ્થિતિ શું હતી?
શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર 0.49 ટકા અથવા રૂ. 14.40ના વધારા સાથે રૂ. 2,943.05ના સ્તરે બંધ થયા હતા. ટ્રેડિંગ દરમિયાન મુકેશ અંબાણીની કંપનીના શેર 1913.55 રૂપિયાથી ટ્રેડિંગ શરૂ કર્યું અને 2948 રૂપિયાની દિવસની ટોચે પહોંચી. નોંધનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19.91 લાખ કરોડ છે.

પરિણામના દિવસે શેર
જો આપણે રિલાયન્સ શેરની તાજેતરની સ્થિતિ પર નજર કરીએ તો સોમવારે શેરબજારમાં મજબૂત ગતિ સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી અને આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પણ લીલા નિશાન પર ટ્રેડ થવા લાગ્યા હતા. મુકેશ અંબાણીની કંપનીના શેર અગાઉના બંધની સરખામણીમાં ઉછાળા સાથે રૂ. 2944ના સ્તરે ખૂલ્યા હતા અને રૂ. 2952 પર ટ્રેડ કરી રહ્યા હતા. નોંધનીય છે કે, રિલાયન્સના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 3024.90 રૂપિયા છે, જ્યારે તેનું નિમ્ન સ્તર 2117.22 રૂપિયા છે. બીજી તરફ રિલાયન્સના ત્રિમાસિક પરિણામો પહેલા જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (JFS)ના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

ગયા અઠવાડિયે ઘટી રહેલા માર્કેટમાં પૈસા કમાયા
ગયા અઠવાડિયે બજારના ઘટાડા દરમિયાન જ્યારે BSE સેન્સેક્સની ટોચની 10 મૂલ્યવાન કંપનીઓમાંથી છના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તે કંપનીઓમાં સામેલ હતી જેણે ઘટતા બજારમાં પણ તેના રોકાણકારો માટે મજબૂત કમાણી કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 4,397.82 કરોડનો વધારો નોંધાયો હતો અને તે રૂ. 19,90,195.52 કરોડ થયો હતો.