આજે સસ્તામાં મલ્ટીબેગર સરકારી શેર ખરીદવાની છે સોનેરી તક
NLC India: કેન્દ્ર સરકાર એક PSU સ્ટોકના ઓફર ફોર સેલ લઈને આવી છે. આ ઓફર ફર સેલના માધ્યમથી બજારમાં રોકાણકારોને PSU સ્ટોક ખરીદવાની તક મળશે. આ OFS આજે ઓપન થઈ ગયું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તુહિન કાંચ પાંડેએ ઓએફએસકે અંગે અપડેટ શેર કરી હતી. દીપમ સેક્રેટરીએ અપડેટ શેર કરતા જણાવ્યું કે, સરકારી કંપની એનએલસી ઈન્ડિયાના ઓએફએસ ગુરૂવાર એટલે કે આજે શરૂ થશે.
રીટેલ રોકાણકારોને રોકાણની તક
સરકારી લિગ્નાઈટ પ્રોડ્યુસર કંપનીના આ ઓફર ફોર સેલ આજથી નોન રિટેય ઈન્વેસ્ટર્સ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. છુટક રોકાણકારો આ ઓફર ફોર સેલ અંતર્ગત એનએલસી ઈન્ડિયાના શેર ખરીજી માટે 11 માર્ચના બોલી લગાવી શકે છે.
સરકાર વેચી રહી છે આટલો હિસ્સો
સરકારની યોજના આ ઓએફએસ દ્વારા ઓનએલસી ઈન્ડિયામાં પોતાની લગભગ 7 ટકાની હિસ્સેદારી વેચી રહી છે. તેના કારણે સરકાર પાસે લગભગ 2,058 કરોડ રૂપિયા જમા થશે તેવી સંભાવના છે. આ ઓફર ફોર સેલમાં 3 ટકાના ગ્રીન શુ ઓપ્શન પણ છે. તેનો અર્થ સરકારની પરિસ્થિતિના હિસાબે એનએલસી ઈન્ડિયામાં પોતાની 2 ટકાથી વધારેની હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે.
અત્યારે એક શેરનો ભાવ
NLC ઇન્ડિયાના આ OFSમાં સરકાર ડિસ્કાઉન્ટ પર શેરનું વેચાણ કરી રહી છે. બુધવારે NLC ઇન્ડિયાનો એક શેર રૂ. 226.7 પર બંધ થયો હતો. જ્યારે ઓફર ફોર સેલ માટે ફ્લોર પ્રાઇસ 212 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે સરકાર દરેક શેર પર લગભગ સાડા છ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગુરુવારે બપોરે એનએલસી ઈન્ડિયાનો શેર 2 ટકાથી વધુના નુકસાન સાથે રૂ. 221.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
એક વર્ષમાં ભાવમાં આટલો વધારો થયો
પીએસયુ શેર્સમાં તાજેતરની તેજીથી NLC ઇન્ડિયાના શેરને ફાયદો થયો છે. જોકે, આ શેર છેલ્લા કેટલાક સમયથી કરેક્શનથી પીડાઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસના હિસાબે આ સ્ટોક હાલમાં 0.70 ટકાના નુકસાનમાં છે, જ્યારે છેલ્લા એક મહિનામાં તે 13 ટકાથી વધુ ઘટ્યો છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી શેરમાં લગભગ 12 ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ સ્ટોક 56 ટકા અને એક વર્ષમાં 170 ટકા વધ્યો છે.