December 23, 2024

ગુજરાતમાં એક કરોડનો ગેરકાયદેસર દારૂ ઘુસાડનારની ધરપકડ, પોલીસે ટ્રક જપ્ત કરી

ગુજરાતમાં દારૂ ધુસાડવાના પગલે બિકાનેર પોલીસે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો કબજે કર્યો છે. માહિતી અનુસાર ગંગાનગરથી આવી રહેલી ટ્રકની તલાશી લેવામાં આવી અને આ ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની 1143 ગેરકાયદેસર દારૂની પેટીઓ મળી આવી હતી. જાણવામાં મળ્યું કે ટ્રકમાંથી ઝડપાયેલો દારૂ ગુજરાત લઈ જવામાં આવી રહ્યો હતો.


જપ્ત કરાયેલા આ ટ્રકમાં દારૂની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાની આસપાસ છે. જામસર પોલીસ સ્ટેશનના અધિકારીને બાતમી મળી હતી અને બાતમી પરથી પોલીસે એક ટ્રકને રોકીને તલાશી લેતા તેમાંથી હરિયાણા અને પંજાબની ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે બાડમેરના રહેવાસી ઉમેદરામના પુત્ર બલરામની ધરપકડ કરી હતી.
જામસર પોલીસ સ્ટેશનના અધિકારી અનુસાર ગંગાનગર તરફથી આવી રહેલી ટ્રકની તલાશી લેવામાં આવી હતી અને તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 1143 ગેરકાયદેસર દારૂની પેટીઓ જપ્ત કરવામાં આવી હતી. ટ્રકમાંથી ઝડપાયેલો દારૂ ગુજરાત લઈ જવામાં આવી રહ્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત 1 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. પોલીસે ટ્રક કબજે કરી ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે.