July 27, 2024

ગુજરાતની આ કંપનીના શેર હોલ્ડરો થયા માલામાલ, અયોધ્યા અને લક્ષદ્વીપ સાથે છે કનેક્શન

ગુજરાતની કંપની પ્રવેગ લિમિટેડના શેરે છેલ્લા 5 વર્ષમાં મજબૂત વળતર આપ્યું છે. પ્રવેગ લિમિટેડ કંપનીના શેર 5 વર્ષમાં 2 રૂપિયાથી વધીને 990 રૂપિયા થઈ ગયા છે. પ્રવેગ લિમિટેડના શેરોએ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 41000 ટકાથી વધુ વળતર આપ્યું છે. લક્ઝરી રિસોર્ટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પ્રવેગે અયોધ્યામાં લક્ઝરી ટેન્ટ સિટી બનાવી છે. બીજી બાજુ કંપનીને લક્ષદ્વીપમાં પણ ટેન્ટ સિટી બનાવવાનું કામ પણ મળી ગયું છે. છેલ્લા 6 મહિનામાં જ પ્રવેગ લિમિટેડના શેરમાં 113%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે.

અયોધ્યા અને લક્ષદ્વીપ સાથે ખાસ કનેક્શન
પ્રવેગ લિમિટેડના જણાવ્યા અનુસાર કંપનીને લક્ષદ્વીપના અગાટી દ્વીપમાં ઓછામાં ઓછા 50 ટેન્ટ બનાવવાનું કામ મળ્યું છે. જેમાં ડેવલોપમેન્ટ, સંચાલન, જાળવણી અને મેનેજમેન્ટનું કામ મળ્યું છે. કંપનીએ ક્લોક રૂમ અને ચેન્જિંગ રૂમની સાથે સાથે ટેન્ટ બનાવવાના છે. આ કામનો ઓર્ડર 3 વર્ષ માટે છે, જોકે વધુ 2 વર્ષ માટે લંબાવી શકાશે. ટેન્ટ સિટીમાં સ્કુબા ડાઇવિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, કોર્પોરેટ ફંક્શન જેવી કોમર્શિયલ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. હાલમાં પ્રવેગ લિમિટેડ પાસે અયોધ્યામાં 2 ટેન્ટ સિટી છે. કંપનીનું બ્રહ્મા કુંડ ટેન્ટ સિટી જે રામ મંદિરથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે છે અને કંપનીનું બીજું ટેન્ટ સિટી Sarya રામ મંદિરથી 3.5 કિલોમીટરના અંતરે છે. માહિતી અનુસાર પ્રવેગ કંપનીના આ બંને ટેન્ટ સિટી કાર્યરત છે.

5 વર્ષમાં 41000% નો તૂફાની તેજી
પ્રવેગ લિમિટેડનો શેર 7 ફેબ્રુઆરી 2019ના રોજ રૂ. 2.41 પર હતો અને 25 જાન્યુઆરી 2024ના રોજ કંપનીના શેર રૂ. 993.10 પર પહોંચી ગયો છે. છેલ્લા 5 વર્ષમાં પ્રવેગ લિમિટેડના શેરમાં 41107%નો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 3 વર્ષમાં પ્રવેગ લિમિટેડના શેરમાં 1845%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂ. 51.05 થી વધીને રૂ. 993.10 થયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 1300 છે. બીજી બાજુ પ્રવેગ કંપનીના શેરનું 52-સપ્તાહનું નીચલું સ્તર રૂ. 336.20 છે.