જલારામ જયંતી નિમિત્તે જામનગરમાં બને છે દુનિયાનો સૌથી મોટો રોટલો
સંજય વાઘેલા, જામનગર: જલારામ બાપાની 225 મી જન્મ જયંતીની જામનગરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. હાપા જલારામ મંદિરમાં 2005માં 7×7નો મોટો રોટલો બનાવ્યો હતો જેને ગીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતુ. ત્યાર બાદ દર વર્ષે આ પ્રકારે મોટો રોટલો બનાવાય છે. જેના દર્શન માટે દુર-દુરથી શ્રધ્ધાળુઓ ઉમટી આવે છે.
આ રોટલો બનાવવા માટે અંદાજે દોઢથી બે કલાકનો સમય લાગે છે તથા ચાર બહેનોની મદદથી આ રોટલો તૈયાર કરવામાં આવે છે. તૈયાર થઈ ગયા બાદ આ રોટલાનું વજન 63.99 કિલોગ્રામ થાય છે.
આ રોટલાને બનાવવાનું કામ જલારામ મંદિર જીરણોદ્ધાર કમિટી દ્વારા કરવામાં આવે છે. જેઓને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.