October 5, 2024

MS Dhoni Birthday: ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં ધોની કેવી રીતે કમાય છે કરોડો રૂપિયા?

MS Dhoni Birthday: જેમની હજારો નહીં, કરોડોમાં નહીં પરંતુ અબજોમાં જેની ફેન ફોલોઈંગ છે તેમનો જન્મદિવસ છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે છે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની. માહીની એક ઝલક જોવા માટે હજૂ પણ ક્રિકેટ ચાહકો એટલા જ ઉત્સુક જોવા મળે છે. હવે તમને સવાલ થતો હશે કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં ધોની કેવી રીતે કમાય છે કરોડો રૂપિયા. આવો જાણીએ.

કેપ્ટન્સી છોડવાનો નિર્ણય
ધોનીનો જન્મ 7 જુલાઈ 1981ના રોજ રાંચીમાં થયો હતો. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ ધોનીનો લોકોમાં ક્રેઝ ઓછો થયો નથી. તમને જણાવી દઈએ કે ધોનીની ગણતરી વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે. કમાણીના મામલામાં એમએસ ધોનીની ગણતરી વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે. તે હજુ પણ IPL રમી રહ્યો છે. છેલ્લી IPL2024માં તેણે CSK ની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો હતો.

ધોની કરોડો રૂપિયા કેવી રીતે કમાય છે?
ધોની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા કરોડોની કમાણી કરે છે. વર્ષ 2024 સુધીમાં, ધોનીની કુલ સંપત્તિ રૂપિયા 1040 કરોડ ($127 મિલિયન) છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતીય કેપ્ટન ધોની વિશ્વનો સૌથી ધનિક ક્રિકેટર છે. ધોનીનો પગાર દર વર્ષે 50 કરોડ રૂપિયા અને દર મહિને લગભગ 4 કરોડ રૂપિયા છે. નિવૃત્તિ પછી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ઈન્ડિયન પ્રીમિયર લીગ છે.

આ પણ વાંચો: Khaleel Ahmedની લાંબા સમય બાદ વાપસી, આખરે રાહ પૂરી થઈ!

એમએસ ધોનીની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ
સ્પાર્ટન સ્પોર્ટ્સ, રીબોક, બૂસ્ટ, એમિટી યુનિવર્સિટી, ગલ્ફ ઓઈલ, ધોની એરસેલ, પેપ્સી, ઓરિએન્ટ પીએસપીઓ, આમ્રપાલી ગ્રુપ, અશોક લેલેન્ડ, મેકડોવેલ્સ સોડા, બિગ બઝાર, એક્સાઈડ બેટરીઝ, ટીવીએસ મોટર્સ, સોની બ્રાવિયા, સોનાટા ઘડિયાળોનો બ્રાન્ડ એમ્બેસેડર છે. લે’સ વેફર્સ, ડાબર ચ્યવનપ્રાશ, લાફાર્જ કસ્ટમર સર્વિસ અને મેક્સ મોબાઈલના નામ પણ સામેલ છે.ઓરિયો, ડ્રીમ 11, લાવા, સ્પાર્ટન સ્પોર્ટ્સ, ગલ્ફ ઓઈલ ઈન્ડિયા, ઓરિએન્ટ, એરસેલ, સોનાટા, ઈન્ડિયા સિમેન્ટ્સ, રીબોક, એક્સાઈડ, યુનાકેડેમી, વિન્ઝો, વોર્ડવિજ, માસ્ટરકાર્ડ ઈન્ડિયા, સુમધુરાનો સમાવેશ થાય છે.