November 9, 2024

આવતીકાલે 1 એપ્રિલથી બદલાઈ જશે આ ખાસ નિયમો, વાંચો એક ક્લિકમાં…

Financial Rules Changing: માર્ચ મહિનો થોડા દિવસોમાં પુરો થવાનો છે અને જલ્દી જ નવા નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆત થવાની છે. એપ્રિલની શરૂઆત થતાની સાથે અનેક નિયમોમાં ફેરફાર થવાના છે. જેમાં નેશનલ પેન્શન સિસ્ટમમાં લોનથી લઈને SBI ક્રેડિટ કાર્ડ સુધીના નિયમોનો સમાવેશ થાય છે. આ તમામ ફેરફારની સીધી અસર તમારા ખીંચા પર પડવાની છે. આથી તમામ નિયમોને એકદમ શાંતિથી અને ધ્યાનથી વાંચવા

NPS ખાતામાં લોગિન કરવા માટે ટૂ ફૈક્ટર વેરિફિકેશન કરવું પડશે
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ NPS સબસ્ક્રાઇબર્સને સાયબર છેતરપિંડીથી બચાવવા માટે તેની લોગિન સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. હવે NPS એકાઉન્ટમાં લોગિન કરવા માટે NPS એકાઉન્ટ ધારકોને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબરની જરૂર પડશે. PFRDA NPSમાં આધાર-આધારિત લોગિન પ્રમાણીકરણ રજૂ કરવા જઈ રહ્યું છે. આ નિયમ 1 એપ્રિલ 2024થી લાગુ થશે.

SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર છે. હવે ભાડાની ચુકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ 1લી એપ્રિલથી બંધ થઈ જશે. આ સુવિધા SBIના AURUM, SBI કાર્ડ એલિટ, SBI કાર્ડ પલ્સ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ અને SimplyCLICK ક્રેડિટ કાર્ડ્સમાં બંધ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વીમા પોલિસીના નિયમોમાં મોટા ફેરફાર, જાણો શું થશે અસર

યસ બેંકના ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર
યસ બેંકે નવા નાણાકીય વર્ષમાં તેના ક્રેડિટ કાર્ડ ધારકોને ભેટ આપવાનું નક્કી કર્યું છે. હવે ગ્રાહકોને વર્તમાન નાણાકીય વર્ષના એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂ. 10,000 ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે. નવા નિયમો 1 એપ્રિલ, 2024થી અમલમાં આવશે.

ICICI બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
ICICI બેંક તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. 1 એપ્રિલ, 2024 થી ગ્રાહકો જો તેઓ એક ક્વાર્ટરમાં રૂ. 35,000 કરતાં વધુ ખર્ચ કરે તો તેઓને એરપોર્ટ લાઉન્જ એક્સેસ મફત મળશે.

OLA મની વોલેટના નિયમોમાં ફેરફાર
OLA મની 1 એપ્રિલ, 2024 થી તેના વોલેટ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપનીએ તેના ગ્રાહકોને SMS મોકલીને તે અંગેની જાણ કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, નાની PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ) વોલેટ સેવાની મર્યાદા વધારીને રૂ. 10,000 થઈ છે.