May 8, 2024

લોકસભા ચૂંટણીને લઈને બનાસકાંઠા બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ

lok sabha election gujarat banaskantha police checking

બનાસકાંઠામાં સરહદ પર પોલીસ ચેકિંગ કરી રહી છે.

રતનસિંહ રાઠોડ, બનાસકાંઠાઃ લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે બનાસકાંઠાની બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ છે. અમીરગઢ, પાંથાવાડા, થરાદ અને સરહદ છાપરી બોર્ડર પર પોલીસ ચેકિંગ છે. ઘાતક હથિયારો કેફી દ્રવ્યો અને માદક પીણા રાજસ્થાનમાંથી ગુજરાતમાં ન પ્રવેશે જેને લઇને પોલીસ તમામ વાહનોનું ચેકિંગ કરી રહી છે.

લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાને પગલે પોલીસ સતર્ક છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પોલીસનું સઘન ચેકિંગ છે. અમીરગઢ, પાથાવાડા, થરાદ અને સરહદ છાપરી બોર્ડર પર પોલીસના જવાનો ચેકિંગ કરી રહ્યા છે. રાજસ્થાન અને ગુજરાતની મહત્વની ગણાતી અમીરગઢ બોર્ડર પર પોલીસ તમામ વાહનોને ચેક કરી રહી છે.

આ પણ વાંચોઃ CR પાટીલનો ચૂંટણી પ્લાન; ‘One Day, One District’ સ્ટ્રેટેજીથી કરશે પ્રચાર

રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો થાય છે. આ ઉપરાંત અન્ય માદક દ્રવ્યો અને રોકડ રૂપિયાની પણ હેરાફેરી થતી હોય છે અને આ તમામ વસ્તુઓ પર પોલીસની બાજ નજર છે. ગુજરાતમાં ઘાતક હથિયારો, દારૂ, માદક દ્રવ્યો, રોકડ લઈને કોઈ ગુજરાતમાંના પ્રવેશે તે હેતુથી અમીરગઢ પોલીસ અમીરગઢ બોર્ડર પર સતર્ક છે અને ચેકિંગ કરી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી સલામત વાતાવરણમાં યોજાય જેનું પોલીસ તમામ બોર્ડર ઉપર ધ્યાન રાખી રહી છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સાથે વિકાસ, આતંકવાદનો નાશ થઈ રહ્યો છેઃ અમિત શાહ

26 સીટ પર પાટીલ કરશે પ્રચાર
ગુજરાતની 26 સીટ પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી નાંખી છે. ત્યારે હવે હાઇકમાન્ડે તમામ ઉમેદવારને પ્રચાર-પ્રસાર માટે મેદાનમાં ઉતરી જવા માટે જણાવ્યું છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામ બેઠકો પર ઉમેદવારને સાથે રાખીને ચૂંટણી પ્રચાર કરશે તેવી વાત કરી છે.

સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
આ ઉપરાંત ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા સહિત અનેક નેતાઓ સામેલ છે. આ સિવાય ઘણાં રાજ્યોના મુખ્યમંત્રી સહિત બોલિવૂડના કલાકારો પણ સામેલ છે.