May 2, 2024

ઉમેદવારી પત્ર ભર્યા બાદ અમિત શાહનું નિવેદન, ‘મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો’

ગાંધીનગર: લોકસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ દ્વારા હવે ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગરથી ભાજપે ટિકિટ આપી છે. આજે વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યાં તેઓએ ફોર્મ ભર્યા બાદ નિવેદન આપ્યું છે. અમિત શાહે નિવેદન આપતા જણાવ્યું છે કે, મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે. આ સિવાય દેશવાસીઓ ત્રીજી વખત મોદીજીને પીએમ બનાવશે. વધુમાં અમિત શાહે કહ્યું કે 400 પાર બેઠક સાથે મોદીજીને પીએમ બનાવાશે.

ગઈકાલે અમદાવાદ ગાંધીનગરમાં ભવ્ય રોડ શો અને રેલી બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. તો ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક હાજર રહ્યા હતા. નોંધનીય છે કે ફોર્મ ભર્યા બાદ અમિતશાહે પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મોદીજીએ દેશને સુરક્ષિત કર્યો છે. આ સિવાય દેશવાસીઓ ત્રીજી વખત મોદીજીને પીએમ બનાવશે. વધુમાં અમિત શાહે કહ્યું કે 400 પાર બેઠક સાથે મોદીજીને પીએમ બનાવાશે.

ઉલ્લેખનીય છે કે, વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવા માટે ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તે સમયે કલેક્ટર કચેરીમાં અમિત શાહની હાજરી વખતે ચહલપહલ રોકી દેવામાં આવી છે. કોઈપણ વ્યક્તિને અવરજવર કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે.