જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના ધામા, લોકોમાં ભય
Lion in Jetpur:જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહના આંટા ફેરા વધી ગયા છે. રૂપાવટી,આરબટિબડી,પીપળવા, સહિત ગામોમાં સિંહ આંટા મારી રહ્યા છે. વાડી વિસ્તારમાં જઈને સિંહ પશુનું મારણ કરી રહ્યા છે. રાતના સમયે ખેડૂતોને પાણી વાળવા વાડીએ જવાનું હોય છે. પરંતુ સિંહના ડરના કારણે ખેડૂતો વાડીએ જઈ શક્તા નથી.
જેતપુર ગ્રામ્ય પંથકમાં સિંહનો આતંક
જેતપુર ગ્રામ્ય પંથકમાં સિંહના આંટા ફેરા યથાવત રહેતા ગામના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. રૂપાવટી,આરબટિબડી,પીપળવાના ગામડાઓમાં સિંહ રોજ આવી રહ્યા છે. જેના કારણે સાંજના સમય પછી ગામના લોકો બહાર પણ નીકળી શક્તા નથી. આ વચ્ચે રૂપાવટી ગામની સિમ વિસ્તારમાં સિંહે પશુનું મારણ પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે જે લોકોને રાતના સમયે કામ માટે વાડીએ જવાનું હોય તો પણ ખેડૂતો જઈ શકતા નથી.
આ પણ વાંચો: દિવાળી પહેલા અમદાવાદમાં ચક્કાજામ, સિંધુભવન રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો આવ્યા સામે
પશુ મારણનો વીડિયો થયો વાયરલ
ઘણા દિવસોથી સિંહ જેતપુરના ગામડાઓમાં આંટા મારી રહ્યા છે. સિંહના આંટા વધી જવાના કારણે ખેડૂતો પણ મૂંજાયા છે. આ વચ્ચે રૂપાવટી ગામના સિમ વિસ્તારમાં 2 સિંહએ મારણ કર્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. સિંહોએ પશુઓનું મારણ કરતા વન વિભાગને ગ્રામજનોએ જાણ કરી છે.