કચ્છમાં વરસાદી માહોલને કારણે ખેડૂતોનો પાક બરબાદ, કરોડો રૂપિયાનું નુકસાન
નીતિન ગરવા, ભૂજઃ ભારે પવન અને વરસાદના કારણે કચ્છના ખેડૂતોનો તૈયાર થયેલો પાક બરબાદ થયો છે. કચ્છમાં અચાનક ભારે પવન અને વરસાદથી બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. તેમજ બાગાયતમાં દાડમ, કેસર કેરી અને ખારેકના પાકને ભારે નુકસાન થયું છે.
ખરાબ હવામાનના કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના પાકને નુકસાન થયું છે. ગઈકાલે અંજારમાં ભારે પવન ફૂંકાયો અને ઝાડમાં લાગેલી કેસર કેરી પડી ગઈ હતી. તેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. આ વર્ષે કચ્છના કેસર કેરીના ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડશે.
આ પણ વાંચોઃ ખેડા લોકસભા બેઠકનો ઇતિહાસ, 60 ટકાથી વધુ વસતિ આજે પણ ખેતી પર નિર્ભર
નોંધનીય છે કે, બજારમાં કચ્છની કેસર કેરીની માગ સૌથી વધુ હોય છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સતત કેરીના ઉત્પાદન સમયે હવામાનમાં ફેરફાર થતા ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થઈ જાય છે. આ વર્ષે ખેડૂતે કેસર કેરીની કેરીના ઉત્પાદનમાં વધારો થાય એવી આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતના પહેલા મહિલા સાંસદ કોણ? 4 ટર્મ લોકસભામાં ‘ને એક ટર્મ રાજ્યસભામાં હતા
ચાલુ વર્ષે 50-60 ટકા કેસર કેરીના ઉત્પાદનની આશા હતી, પરંતુ આ વર્ષે 20 ટકા કેરીનો પાક બરબાદ થયો છે. કચ્છના ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવું પડશે. આ વર્ષે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપે તેવી ખેડૂતોની માંગણી છે.